એપશહેર

ચીન સાથે વધેલા તણાવ વચ્ચે મોદી-ટ્રમ્પ વચ્ચે વાતચીત, USએ ભારતને આપ્યું જી-7 સમિટમાં આમંત્રણ

વિપુલ પટેલ | I am Gujarat 2 Jun 2020, 11:24 pm
નવી દિલ્હી: લદાખમાં ચીનની સાથે વધેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી. આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે થોડા દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન વચ્ચે દરમિયાનગીરીને લઈને પ્રસ્તાવ રજૂ કરવાની વાત પણ કહી હતી. જોકે, ટ્રમ્પની આ દરખાસ્તને ભારત અને ચીન બંનેએ નકારી દીધી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialટ્રમ્પે મોદીને આપ્યું જી-7નું આમંત્રણમંગળવારે મોદી અને ટ્રમ્પ વચ્ચે ઘણી બાબતો પર ચર્ચા થઈ. બંને નેતાઓ વચ્ચે બંને દેશોમાં કોવિડ-19ની સ્થિતિ, ભારત અને ચીન બોર્ડરની સ્થિતિ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં સુધારા પર પણ વાત થઈ. બંને નેતાઓએ જી-7 સમિટની અધ્યક્ષતાને લઈને વાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને અમેરિકામાં યોજાનારી જી-7 સમિટનું આમંત્રણ પણ આપ્યું છે.કોરોના વાયરસની સામે જંગ પર પરસ્પર સહયોગને લઈને પણ બંને નેતાઓએ વચ્ચે વાતચીત થઈ. અમેરિકાના પ્રેસિડન્ટએ પીએમ મોદીને જી-7માં અન્ય દેશોને સામેલ કરવા પર પણ વાત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના બાદના સમયમાં આ પ્રકારના મજબૂત સંગઠનની જરૂર છે. તેમણે કહ્યું કે, આ સંમેલનની સફળતા માટે અમેરિકા અને અન્ય દેશોની સાથે મળીને કામ કરવું પ્રસન્નતાનો વિષય છે.અમેરિકામાં હિંસા પર પણ વાતઅમેરિકામાં ચાલી રહેલા પ્રદર્શન અને હિંસા વિશે પણ પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીત કરી. જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ દિલ્હી આવ્યા હતા એ સમયે રાજધાની દિલ્હીમાં તોફાનો થયા હતા. હાલમાં અમેરિકામાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. અમેરિકામાં એક અશ્વેત વ્યક્તિના મોત બાદ ત્યાં હિંસા ભડકી ઉઠી. વ્હાઈટ હાઉસ સુધી હિંસાની આગ પહોંચ્યા બાદ ટ્રમ્પને પણ બંકરમાં છૂપાઈ જવું પડ્યું હતું.
ચીન અને WHOનો પણ ઉલ્લેખઈસ્ટ લદાખમાં ચીનની કરતૂત બાદ ઊભા થયેલા તણાવ વિશે પણ પીએમ મોદીએ પ્રેસિડન્ટ સાથે વાત કરી. વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પહેલા પણ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે, ‘પીએમ મોદીનો ચીનને લઈને મૂડ સારો નથી.’ જોકે, ત્યારે પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે આ અંગે ચર્ચા થઈ ન હતી. કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દુનિયા સંકટમાં છે, પરંતુ અમેરિકાની સ્થિતિ વધુ ખરાબ છે. કોરોના વાયરસને લઈને પ્રેસિડન્ટ ટ્રમ્પ ચીનને ઘેરતા રહ્યા છે અને તેમણે WHOથી અમેરિકાને અલગ રાખવાનો નિર્ણય કરી લીધો છે. આ અંગે પણ તેમણે પીએમ મોદી સાથે ચર્ચા કરી.ભારત પ્રવાસને યાદ કર્યોપ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસને યાદ કર્યો. તેઓ ફેબ્રુઆરીમાં ભારત આવ્યા હતા. ભારતથી પાછા ફર્યા બાદ તેઓ ઘણી વખત આ પ્રવાસને યાદ કરતા જાહેરમાં તેનો ઉલ્લેખ કરતા રહે છે. ત્યાં સુધી કે કોરોના કાળમાં પણ તેઓ કહે છે કે, ભારત પાસેથી ‘નમસ્તે’ની આદત તેમણે શીખી લીધી છે, કે જે સંક્રમણને રોકવામાં કારગર છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો