એપશહેર

30 ફૂટની ઊંડાઈએ મળી આવ્યું ભવ્ય સુશોભિત શિવલિંગ, જુઓ

I am Gujarat 19 Jul 2019, 4:48 pm
ભગવાન શિવની પ્રાચીન નગરી વારાણસીમાં અઢળક શિવ મંદિરો આવેલા છે. ત્યાં બાબા દરબારથી ગંગાના તટ સુધી તૈયાર થઈ રહેલા વિશ્વનાથ કૉરિડોરમાં ગુરુવારના રોજ વધુ એક મંદિર મળી આવ્યું છે. ત્યાં નીલકંઠ મહાદેવ મંદિરથી મણિકર્ણિકા ગલી સુધીના રસ્તામાં પ્રાચીન અમૃતેશ્વર મહાદેવ મંદિરનો રસ્તો ભવન ધ્વસ્ત થયા બાદ બંધ હતો. જ્યારે હવે આ નવું મંદિર સામે આવ્યું છે ત્યારે તે સામાન્ય જનતા માટે પણ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો કોરિડોરના રસ્તામાં બનેલા મકાનોને ધ્વસ્ત કર્યા બાદ હવે અનેક શિવ મંદિર સામે આવવા લાગ્યા છે. જેમાં 30 ફૂટ ઊંડું એક શિવલિંગ પણ જોવા મળી રહ્યું છે. 30 ફૂટની ઊંડાઈએ સુશોભિત શિવલિંગ અમૃતેશ્વર મહાદેવ હવે સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કોરિડોરના રસ્તામાં જ્યારે કાટમાળ હટાવવામાં આવ્યો ત્યારે 30 ફૂટ નીચેથી આ પ્રાચીન શિવલિંગ મળી આવ્યું છે. હવે લોકો આ શિવલિંગની પૂજા કરવા માટે પહોંચી રહ્યા છે.
કોરિડોરમાં મકાનોને ધ્વસ્ત કર્યા તે દરમિયાન લગભગ એક ડઝન મંદિર જોવા મળ્યા છે. હવે જમીનમાં 30 ફૂટ નીચે મંદિર મળ્યા બાદ કાશીમાં શિવ મંદિરોની પ્રાચીન પરંપરાઓનો અનુભવ થઈ રહ્યો છે. હવે આ મંદિરમાં લોકો પૂજા કરવા માટે પહોંચી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો