એપશહેર

પંજાબ: 11 દિવસથી ફરાર અમૃતપાલ સિંહે સરેન્ડર થવા માટે પોલીસ સમક્ષ મૂકી ત્રણ શરતો

ખાલિસ્તાનનો સમર્થક અને વારિસ પંજાબ દેનો વડો અમૃતપાલસિંહ છેલ્લા 11 દિવસથી પંજાબ પોલીસને માત આપીને ફરાર થઈ ગયો છે. પંજાબ સરકાર અને પંજાબ પોલીસ અમૃતપાલને પકડવામાં નિષ્ફળ થઈ છે. ત્યારે હવે તેણે પોલીસ સમક્ષ સરેન્ડર થવા માટે ત્રણ શરત મૂકી છે. એક વીડિયો જાહેર કર્યો છે અને આ વીડિયોમાં તેણે પંજાબ પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ કર્યો છે.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 29 Mar 2023, 8:42 pm

હાઈલાઈટ્સ:

  • છેલ્લા 11 દિવસથી ગાયબ છે અમૃતપાલસિંહ
  • વીડિયો જાહેર કરીને પોલીસ સમક્ષ ત્રણ શરતો મૂકી
  • ધરપકડ અંગે કહ્યું, મારી ધરપકડ વાહે ગુરુના હાથમાં છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર
પંજાબ: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ છેલ્લા 11 દિવસથી ફરાર છે. પંજાબ પોલીસે તેના અનેક સાથીદારોની ધરપકડ કરી છે અને અમૃતપાલસિંહને ઝડપી પાડવા માટે સતત ઓપરેશન પોલીસ ચલાવી રહી છે. ત્યારે હાલમાં જ અમૃતપાલસિંહે એક વીડિયો જાહેર કર્યો છે અને સરેન્ડર થવા માટે પોલીસ સમક્ષ તેણે ત્રણ શરતો મૂકી છે. અમૃતપાલસિંહે શરતોમાં જણાવ્યું છે કે, તેની ધરપકડને આત્મસમર્પણ દર્શાવવામાં આવે, પંજાબની જેલમાં તેને રાખવામાં આવે અને પોલીસ તેને કસ્ટડીમાં મારે નહી.
અમૃતપાલસિંહે વીડિયો જાહેર કરીને પંજાબ પોલીસને ખુલ્લાઆમ ચેલેન્જ આપી છે. અમૃતપાલસિંહે વીડિયોમાં કહ્યું છે કે, તેનો કોઈ એક વાળ પણ વાકો કરી શક્યુ નથી. વીડિયોમાં અમૃતપાલે તેના પર લાગેલા આરોપોનો વિરોધ કર્યો છે, તેને પોલીસ અને સરકાર પર આક્ષેપ કરતા કહ્યુ કે, તેને ફસાવવામાં આવી રહ્યો છે, તે શિખ સમુદાય માટે હકની લડાઈ લડી રહ્યો છે.

કાળી પાઘડી અને શૉલ પહેરલા ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહે જણાવ્યુ હતુ કે, જો રાજ્યસરકાર તેની ધરપકડ કરવામાં માંગતી હતી તો પોલીસે તેના ઘરે પહોંચવુ જોઈતું હતું. અમૃતપાલે જણાવ્યુ હતુ કે, પોલીસની ધરપકડથી તેને ભગવાને બચાવ્યો છે.

અમૃતપાલસિંહે વીડિયોના માધ્યમથી અકાલ તખ્તના સંચાલકોને અપીલ કરી છે કે, બેસાખી નિમિત્તે સરબત ખાલસા (ધાર્મિક સભા)નું આયોજન કરવામાં આવે. આ ખાલસામાં દેશ વિદેશથી શિખ સતસંગી આવે અને અહીં જ ધર્મ અંગેની ચર્ચા કરવામાં આવે. અમૃતપાલ સિંહનો આ વીડિયો તેના ફરાર થયા બાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી જાણકારી મુજબ, અમૃતપાલસિંહ ગમેત્યારે પોલીસમાં સરેન્ડર કરી શકે છે ત્યારે પંજાબ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત સમગ્ર પંજાબમાં ગોઠવી દેવામાં આવ્યો છે. અમૃતપાલસિંહે જાહેર કરેલો વીડિયો પંજાબી ભાષામાં છે અને આ રેકોર્ડેડ વીડિયો ભડકાઉ છે. અમૃતપાલસિંહ કહી રહ્યો છે કે, તેની ધરપકડ વાહે ગુરુના હાથમાં છે.
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story