એપશહેર

IIT ગ્રેજ્યુએટે ડેવલપ કરી ઝડપી રેલ ટિકિટ બુકિંગ એપ, પહોંચ્યો જેલમાં

IRCTCથી કંટાળ્યો IIT ગ્રેજ્યુએટે ડેવલપ કરી ઝડપી રેલ ટિકિટ બુકિંગ, પણ આ ભૂલને કારણે પહોંચ્યો જેલ

I am Gujarat 21 Nov 2020, 6:08 pm
નવી દિલ્હીઃ જો તમે ભારતીય રેલવેની સેવાનો ઉપયોગ કરો છો તો અનેકવાર IRCTCની વેબસાઈટને લઈને તમને પણ ફરિયાદ રહેતી હશે. જોકે, છેલ્લા અનેક સમયમાં IRCTCએ આ વેબસાઈટમાં ઘણા જ સુધારા-વધારા કર્યા છે અને પહેલા કરતા સિસ્ટમ પણ અપડેટ કરી છે. છતાં પણ ક્યારેક તો યૂઝર્સને માઠો અનુભવ થયો જ હશે. આવી જ રીતે IITના એક વિદ્યાર્થીને ટિકિટ બુક કરતા સમયે કંટાળો આવ્યો અને તેની ધીરજ જવાબ આપી ગઈ. જેથી તેણે ગુસ્સામાં આવીને રેલવે ટિકિટ એપ્લિકેશન બનાવી અને તે ધીરે ધીરે ફેમસ થઈ ગઈ હતી. ચાર વર્ષ પછી જ્યારે પોલીસને તેની જાણકારી મળી ત્યારે 23 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી. હાલ તેને જામીન મળી ગયા છે.
I am Gujarat an iitian developed railway ticketing app want to improve irctc website
IIT ગ્રેજ્યુએટે ડેવલપ કરી ઝડપી રેલ ટિકિટ બુકિંગ એપ, પહોંચ્યો જેલમાં


'IRCTCની વેબસાઈટ ઉત્તમ કરવા ઈચ્છું છું'
એસ.યુવરાજ જે મૂળ તો તિરુપુરનો રહેવાસી છે અને IITમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તેણે જામીન મળ્યા પછી કહ્યું કે, 'હું તો માત્ર લોકોનું ભલું જ કરવા ઈચ્છતો હતો, જેથી મેં એક સરળતાથી ઓપરેટ થઈ શકે તેવી એપ્લિકેશન ડેવલપ કરી હતી. હું ઈચ્છું છું કે રેલવે મારી બાબતો અને સુધારાઓ પર ધ્યાન આપે કારણકે હું IRCTCની વેબસાઈટને ઉત્તમ બનાવવા ઈચ્છું છું. જેથી યૂઝર્સનો અનુભવ પણ ઉત્તમ રહેશે.'

2016માં જ તૈયાર કરી હતી બન્ને એપ્લિકેશન
એસ.યુવરાજે બે એપ્કિલેશન સુપર તત્કાલ અને સુપર તત્કાલ પ્રો તૈયાર કરી હતી. આ બન્ને એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હતી. તેમણે આ એપને 2016માં જ ડેવલપ કરી હતી. આ એપ્લિકેશનની મદદથી યૂઝર એકદમ નજીવી ફી આપીને રેલ ટિકિટ બુક કરાવી શકતા હતાં. રેલવેનો આરોપ છે કે આ કામ દ્વારા તેમને છેલ્લા ચાર વર્ષમાં 20 લાખ રુપિયાથી પણ વધારેની કમાણી કરી હતી.

પ્લે સ્ટોરમાંથી રિમૂવ થઈ એપ્લિકેશન
કાયદા અનુસાર યુવરાજની ભૂલ એ છે કે તેણે આ એપ્લિકેશન બનાવતા પહેલા તેણે મંજૂરી માગી નહીં. આથી તે આઈઆરસીટીસીનો ઓથોરાઈઝ્ડ એજન્ટ ન માનવામાં આવ્યો અને તેની કમાણીને ગેરકાયદેસર સાબિત કરવામાં આવી હતી. હાલ તો આ ઘટના પછી સોશિયલ મીડિયા પર ચર્ચા જામી છે. કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યાં છે તો કેટલાક લોકો હોમ બોર્ન આંત્રપ્રિન્યોરશિપને સપોર્ટ કરી રહ્યાં છે. હાલ તો આ એપ્લિકેશનને પ્લેસ્ટોર પરથી દૂર કરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો