એપશહેર

અમેરિકાના કેલિફોર્નિયામાંથી ભારતીય પરિવારના ચાર સભ્યોના મળ્યા મૃતદેહ, સોમવારે થયું હતું અપહરણ

પંજાબના હોશિયારપુરના રહેવાસી અને ઘણા સમય પહેલા અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા સિખ પરિવારના સભ્યોની લાશ બુધવારે મળી આવી હતી. સોમવારે બંદૂકની અણીએ તમામનું અપહરણ કરવામાં આવ્યું હતું. મૃતકોમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. પરિવાર ટ્રાન્સપોર્ટના ધંધામાં સામેલ હતો. પૈસા માટે જ અપહરણકર્તાએ મારી નાખ્યા હોવાનું પોલીસનું કહેવું હતું.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 6 Oct 2022, 3:23 pm

હાઈલાઈટ્સ:

  • આઠ મહિનાની બાળકી સહિત સિખ પરિવારના ચાર સભ્યોની કેલિફોર્નિયાના ગાર્ડનમાંથી મળી લાશ
  • ઘટના બાદ મીડિયા સાથે વાતચીત કરતાં પોલીસ અધિકારીએ કહ્યું 'જે વાતનો ડર હતો એ જ થયું'
  • સોમવારે અપહરણકર્તાએ સિખ પરિવારના ચાર સભ્યોનું ઓફિસમાંથી કર્યું હતું અપહરણ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat indian family kidnapped in us
કેલિફોર્નિયામાંથી અપહરણ કરાયેલા ભારતીય પરિવારના ચાર સભ્યોનો મળી લાશ
દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો સ્વદેશ છોડી સારું જીવન તેમજ નોકરીની શોધમાં અમેરિકા જેવા દેશમાં જાય છે. તેમની સાથે ઘણીવાર અનિચ્છનીય ઘટના બનતી હોવાના કિસ્સામાં પણ સામે આવ્યા છે. હાલમાં આવી જ કંઈક ઘટના કેલિફોર્નિયા ગયેલા સિખ પરિવારના ચાર સભ્યો સાથે બની હતી. તેઓ તમામના મૃતદેહ બગીચામાંથી મળ્યા હોવાની જાણ થતાં જ આસપાસ અરેરાટી ફેલાઈ ગઈ હતી. પંજાબથી અમેરિકા ગયેલા અને એક વર્ષ પહેલા જ પોતાની ટ્રકિંગ સર્વિસ કંપની ખોલનારા પરિવારનું સોમવારના રોજ અપહરણ થયું હતું. ત્યારબાદ બુધવારે ગાર્ડનમાંથી દટાયેલી હાલતમાં તેમની લાશ મળી આવી હતી. મૃતકોમાં 36 વર્ષીય જસદીપ સિંહ, પત્ની જસલીન કૌર (27 વર્ષ), દીકરી આરુહી ધેરી (6 મહિના) અને મોટાભાઈ અમનદીપ સિંહનો (39 વર્ષ) સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળમાં મૂર્તિ વિસર્જન દરમિયાન નદીમાં અચાનક આવ્યું પૂર, આઠના મોત, કેટલાક હજી પણ ગુમ

પૈસા માટે પરિવારનું કર્યું અપહરણ
ઘટના બાદ મીડિયા સાથે વાતચીત કરતાં એક સ્થાનિક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે 'જે વાતનો ડર હતો આખરે તે જ થયું'. પોલીસ અધિકારીઓએ પહેલા પરિવારનું અપહરણ એક લૂંટારુંએ કર્યું હોવાનું અને અપહરણના એક દિવસ બાદ પોતાને મારવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું કહ્યું હતું. અપહરણકર્તાએ કોઈ ખંડણી માગી નહોતી પરંતુ પૈસા માટે પરિવારના સભ્યોનું અપહરણ કરાયું હોવાનું પોલીસ અધિકારીનું માનવું હતું.

મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી, બે મહિનામાં બીજી વાર આવ્યો ફોન

પોલીસે જાહેર કરી હતી અપહરણકર્તાની તસવીર
સોમવારે અપહરણની ઘટના બન્યા બાદ પોલીસ અધિકારીએ એક શખ્સની બે તસવીર જાહેર કરી હતી. તેમણે શંકાસ્પદની ઓળખ જાહેર કરતાં તેણે મુંડન કરાવ્યું હોવાનું અને હૂડી પહેરી હોવાનું કહ્યું હતું. જે પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા તેઓ પંજાબના હોશિયારપુરના ટાંડાના હરસી ગામના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમેરિકામાં તેમનો પોતાનો ટ્રાન્સપોર્ટન બિઝનેસ હતો. પરિવારનું અપહરણ સોમવારે કરવામાં આવ્યું હતું અને તેમની ગાડી રસ્તા પરથી સળગેલી હાલતમાં મળી આવી હતી. અપહરણ બાદ શંકાસ્પદની અટકાયત કરવામાં આવી હતી, જેણે પરિવારનું એટીએમકાર્ડ પણ વાપર્યું હતું.

પોલીસે જાહેર કર્યો હતો અપહરણનો વીડિયોસ્થાનિક પોલીસે બુધવારે અપહરણનો વીડિયો પણ જાહેર કર્યો હતો. જેમાં બંને ભાઈ જસદીપ અને અમનદીપ પોતાની ઓફિસ બહાર નીકળતા દેખાયા હતા, પરંતુ તેમના હાથ બાંધેલા હતા. થોડી સેકન્ડ બાદ બાળકી અને તેની માતાને પણ શખ્સ બહાર લઈ આવ્યો હતો. બાદમાં ચારેય ટ્રકમાં બેસીને જતાં દેખાયા હતા. ઘટના બાદ પરિવારના બાકી સભ્યોના રડી-રડીને ખરાબ હાલ થયા છે.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story