એપશહેર

ટૂંક સમયમાં જ દેશમાં લોન્ચ થશે વધુ એક કોરોના વેક્સિન, નવા સ્ટ્રેન સામે પણ અસરદાર!

બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં ફેલાઈ રહેલા વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ અસરકારક

I am Gujarat 30 Jan 2021, 6:36 pm
નવી દિલ્હીઃ કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ 89% સુધી અસરકારક વેક્સીન ભારતમાં જૂન 2021 સુધી લોન્ચ થવાની શક્યતા છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલાએ શનિવારે કહ્યું કે તેમની કંપનીએ ભારતમાં નોવાવેક્સ ઈંક (Novavax Inc) સાથે ભાગીદારીમાં અન્ય એક Covid-19 વેક્સીનના ટ્રાયલ શરુ થવા માટે પણ આવેદન કર્યું છે. તેમણે આશા દર્શાવી હતી કે જૂન 2021 સુધીમાં કંપની કોરોના વાયરસ માટે અન્ય એક વેક્સીન કોવેક્સ(Covavax) લોન્ચ કરી શકે છે.
I am Gujarat another corona vaccine in country soon hopes to launch covavax by june 2021
ટૂંક સમયમાં જ દેશમાં લોન્ચ થશે વધુ એક કોરોના વેક્સિન, નવા સ્ટ્રેન સામે પણ અસરદાર!



નવા સ્ટ્રેન સામે 89% અસરકારક
હકીકતમાં દવા કંપની નોવાવેક્સ ઈંકે એક દિવસ પહેલા જ કહ્યું હતું કે Covid-19ની તેમની રસી બ્રિટનમાં ચાલી રહેલી એક સ્ટડીના શરુઆતના તારણોના આધાર પર વાયરસના નવા સ્ટ્રેન સામે્ 89% અસરકારક માનવામાં આવી છે. કંપનીએ એ પણ દાવો કર્યો કે તેમની રસી બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં ફેલાઈ રહેલા વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ ઈમ્યુનિટી ક્ષમતા વિકસીત કરવાના મામલે પણ કારગર સાબિત થઈ છે.

જૂન 2021 સુધીમાં આવી શકે છે ‘કોવોવેક્સ’
પૂનાવાલાએ શનિવારે ટ્વીટર પર કહ્યું કે, 'નોવાવેક્સ સાથે કોવિડ-19 રસી માટે અમારી ભાગીદારીએ ખૂબ જ અસરકારક પરિણામ આપ્યું છે. અમે ભારતમાં પરીક્ષણ શરુ કરવા માટે આવેદન આપ્યું છે. જૂન 2021 સુધી 'કોવોવેક્સ'નું ઉત્પાદન શરુ થઈ જશે તેવી આશા છે.'

સીરમે પહેલા જ બનાવી છે 'કોવિડશિલ્ડ' વેક્સીન
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) આ પહેલા જ 'કોવિડશિલ્ડ' વેક્સીનનું ઉત્પાદન કરી રહી છે. જેને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય અને બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રેજેનકાએ વિકસિત કરી છે. દેશમાં હજુ પણ ચાલી રહેલા રસીકરણ અભિયાન માટે કેન્દ્રએ 'કોવિડશીલ્ડ' રસીના એક કરોડ 10 લાખ ડોઝ ખરીદ્યા છે.

16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ
દેશભરમાં કોવિડ-19 વિરુદ્ધ 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરુ થયું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમાં આશરે 3 કરોડ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને કોવિડ-19 વિરુદ્ધ ખડેપગે કામ કરનારને પ્રાથમિકતા આપવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો