એપશહેર

સાબરમતી જેલમાં બંધ યુપીનો આ નામચીન ડોન પોતાના રાજ્યમાં જવા કેમ તૈયાર નથી?

અતીક અહમદને એવો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક રસ્તામાં જ તેઓની હત્યા ના થઈ જાય. તેમણે વકીલો દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેસની સુનાવણી માટેની અરજી દાખલ કરી છે.

I am Gujarat 23 Oct 2020, 6:26 pm
આજકાલ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ એવા બાહુબલી પૂર્વ સાંસદ અતીક અહમદને પોતાના રાજ્ય ઉત્તરપ્રદેશ જવામાં ડર લાગી રહ્યો છે. બાહુબલી પૂર્વ સાંસદ અતીક અહમદને હવે ઉત્તરપ્રદેશમાં પોતાની હત્યા થઈ જશે તેવો ડર સતાવી રહ્યો છે. આ કારણે અતીક અહમદે પોતાના પર ચાલી રહેલા ગુનાહિત કેસોની સુનાવણી વિડીયો કોન્ફરન્સ દ્વારા થાય તેવી માગ કરી છે. તેઓના વકીલે આ બાબતે એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે.
I am Gujarat q4


અતીક અહમદને એવો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક રસ્તામાં જ તેઓની હત્યા ના થઈ જાય. માટે તેમણે પોતાના વકીલો દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેસની સુનાવણી માટેની અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટના તારીખ 23 એપ્રિલ, 2019ના આદેશ બાદ અતીક અહમદ અમદાવાદની જેલમાં બંધ છે. ઉત્તરપ્રદેશના બાહુબલી પૂર્વ સાંસદ અતીક અહમદે રાજનીતિ સાથે સંકળાયેલા તેમના વિરોધીઓ અને પોલીસના વિશિષ્ટ અધિકારીઓ પર પોતાની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

અતીક અહમદના વકીલે એમપી-એમએલએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં મુન્ના બજરંગીની માફક હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અતીક અહમદે આ અરજીમાં અમદાવાદથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની વચ્ચે 1450 કિલોમીટરનું અંતર હોવાનું જણાવતા સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીની માગ કરી છે. અતીક અહમદનું એવું પણ કહેવું છે કે અમદાવાદની સાબરમતી જેલમાં તેઓ ઘણી ગંભીર બીમારીઓનો ભોગ બન્યા છે. તેઓ કિડની અને કરોડરજ્જુની ગંભીર બીમારીથી પીડિત છે. આ સાથે જ સુગર ટાઈપ 1 અને હાઈ બ્લડ પ્રેશરથી પણ તેઓ પીડિત છે. આ આધારે જ તેઓને નૈની (ઉત્તરપ્રદેશ)થી અમદાવાદ વિમાન દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો