એપશહેર

Atiqueએ અસદને અંડર ગ્રાઉન્ડ કરવા Abu Salemની મદદ લીધી હતી! સાબમરતી જેલથી રમ્યો હતો મોટો દાવ

પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કર્યા પછીથી અસદ ફરાર હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાત જેલમાં અતીક અને બરેલીમાં કેદ અશરફે મહારાષ્ટ્રના પુણેમાં અસદને છાવર્યો હતો. આના માટે અબૂ સલેમની મદદ માગી હોવાનું પણ સામે આવ્યું છે.

Authored byParth Vyas | I am Gujarat 14 Apr 2023, 2:10 pm

હાઈલાઈટ્સ:

  • ઉમેશ પાલની હત્યા પછીથી અસદ ફરાર હતો
  • અતીકે ડોન અબૂ સલેમની મદદ માગી હોવાનો દાવો
  • પુણેમાં અસદને અંડર ગ્રાઉન્ડ કરાયો હતો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat file pic
ફાઈલ ફોટો
પ્રયાગરાજઃ અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર થઈ ગયું છે. માફિયા અને તેનો પરિવાર અત્યારે સ્તબ્ધ થઈ ગયો છે. અત્યારે અતીક અને તેના અન્ય દીકરાઓ પણ જેલમાં કેદ છે. તથા ભાઈ અશરફ પણ કેદમાં છે જ્યારે તેની પત્ની શાઈસ્તા હજુ સુધી ફરાર છે. ઉમેશ પાલની હત્યા પછીથી અસદ સતત ફરાર રહેતો હતો. તે 24 ફેબ્રુઆરી પછીથી કોઈના પણ સકંજામાં જોવા મળ્યો નહોતો. હવે મીડિયા રિપોર્ટ્સના આધારે અતીકે પોતાના પુત્રને અંડર ગ્રાઉન્ડ કરવા માટે અંડરવર્લ્ડ ડોન અબૂ સલેમની મદદ માગી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
સાબરમતી જેલમાં બેઠા બેઠા તૈયારી કરી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અતીક અહેમદે સાબરમતી જેલમાં બેઠા બેઠા જ અસદને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ઉમેશ પાલની હત્યા કર્યા પછી અસદ અને ગુલામ પ્રયાગરાજથી કાનપુર અને પછી મેરઠમાં થઈને નોઈડા પહોંચ્યા હતા. થોડા દિવસ નોઈડામાં રહ્યા પછી બંને આરોપીઓ રાજધાની દિલ્હીમાં ચાલ્યા ગયા હતા. ત્યાં એક દિગ્ગજ નેતાએ તેમના રહેવા માટે બંદોબસ્ત કરી આપ્યું હતું.

પુણેમાં જઈને કર્યું કઈક આવું
ત્યારપછી બરેલી જેલથી અશરફ દ્વારા આદેશ મળ્યા પછી અસદ મહારાષ્ટ્રના નાસિક અને પછી પુણે તરફ પહોંચ્યો હતો. ત્યાં અતીકે અબૂ સલેમ સાથે પહેલાથી જ વાતચીત કરી રાખી હતી. જ્યાં તેના માણસોએ રહેઠાણની વ્યવસ્થા કરી રાખી હતી. પોલીસ અને એજન્સીઓને આ અંગે અંદેશો પણ નહોતો આવ્યો. જોકે થોડા સમય પછી જાણ થતા બંને દિલ્હી પરત ફર્યા હતા. ત્યાંથી આ બંને ઉત્તરપ્રદેશ અને પછી ઝાંસી જતા રહ્યા હતા.

ATFએ કર્યો મોટો ઘટસ્ફોટ
એસટીએફ અને ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા પ્રમાણે અસદ અને ગુલામે અતીકને ગુજરાતથી પ્રયાગરાજ તરફ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે ઝાંસી પાસે પોલીસ સુરક્ષામાં છીંડુ પાડી તેને ફરાર કરવાની યોજના બનાવી હતી. ગુરુવારે પોલીસ અને એસટીએફની ટીમે અસદનું એન્કાઉન્ટર કરી દીધું હતું. ઝાંસીથી પ્રયાગરાજ લાવીને અસદની અંતિમ ક્રિયા કરાશે.

ઉલ્લેખનીય છે કે 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપમાં ડોન અબૂ સલેમને પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરી ભારત લાવવામાં આવ્યો હતો. અહીં તે 25 વર્ષ જેલની સજા ભોગવી રહ્યો છે. આજમગઢના રહેવાસી અબૂ સલેમના સંપર્ક પૂર્વાંચલના માફિયાઓ સાથે પણ રહી ચૂક્યા છે.

Read Next Story