એપશહેર

ખિસ્સામાં હતા ATM કાર્ડ, છતાં 40 લોકોના ખાતામાંથી લાખોની તફડંચી

Shailesh Thakkar | I am Gujarat 16 Nov 2019, 10:30 pm
નવી દિલ્હી: હોજ ખાસ વિસ્તારમાં 30થી 40 લોકોના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા તફડાવી લેવાયા. લોકોને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેમની પાસે જુદાં-જુદાં ATMમાંથી પૈસા કાઢવાના મેસેજ આવવાનું શરૂ થઈ ગયું. પછી લોકો પોલીસ સ્ટેશન જવા લાગ્યા તો ત્યાં તેમના જેવા બીજા પણ પીડિતો મળ્યાં, જેમના એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવાયા હતા. દંગ કરી દેનારી વાત એ છે કે, ATM કાર્ડ તેમની પાસે હતા. લોકોનું કહેવું હતું કે જ્યારે તેમના એકાઉન્ટમાંથી પૈસા કાઢવામાં આવ્યા ત્યારે તેઓ પોતાના ઘર-ઑફિસમાં હતા. 25 લોકોની લેખિત ફરિયાદ, ડૉક્ટર્સના ખાતા પણ સાફ સાઉથ દિલ્હીના DCP અતુલ ઠાકુરનું કહેવું છે કે, 7-8 ફરિયાદો તેમની પાસે આવી છે. પ્રકરણની તપાસ શરૂ થઈ ગઈ છે. તપાસ કરવામાં આવી રહી છે કે, આ કેવી રીતે થયું. જણાવવામાં આવી રહ્યું છે કે, આશરે 25 લોકોએ લેખિતમાં પોતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે. આમાં ઘણા ડૉક્ટર્સ પણ છે. એક ડૉક્ટર RML હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. આ બધા હોજ ખાસ વિસ્તારમાં રહે છે. NCRના જુદાં-જુદાં ATMમાંથી ઉપડ્યાં પૈસા તેમના એકાઉન્ટમાંથી પૈસા માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ કોઈના ફરિદાબાદ તો કોઈના NCRમાં જુદા-જુદા ATMમાંથી ઉપાડવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે જો તેમને મેસેજ ન આવ્યા હોત તો આ વિશે જાણ પણ ન થાત. સવાલ એ ઉઠી રહ્યો છે કે, જ્યારે ATM કાર્ડ તેમની પાસે હતા તો પછી તેમના એકાઉન્ટ્સમાં પૈસા કેવી રીતે કાઢવામાં આવ્યા. આ બધા પીડિતોના અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટ્સ છે. લોકોના ખાતામાંથી 40 હજાર અને તેનાથી પણ વધુ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. આ ઘટના શનિવાર સવારે શરૂ થઈ અને બપોર સુધી ચાલતી રહી. જેને પણ એકાઉન્ટમાંથી પૈસા ઉપડવાનો મેસેજ આવતો ગયો, તે હોજ ખાસ પોલીસ સ્ટેશનમાં જતું રહ્યું. ત્યાં જઈને તેને ખબર પડી કે, તે એકમાત્ર નથી જેના એકાઉન્ટમાંથી પૈસા તફડાવવામાં આવ્યા છે. પોલીસ હવે આ ઘટનાની તપાસ કરી રહી છે અને જ્યાં-જ્યાંથી પૈસા ઉપાડવામાં આવ્યા છે તે ATM સેન્ટરની પણ તપાસ થઈ રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો