એપશહેર

CAA વિરોધી રેલીમાં જઈ રહેલા કન્હૈયા કુમારના કાફલા પર હુમલો

Shailesh Thakkar | I am Gujarat 1 Feb 2020, 8:06 pm
છાપરા: જવાહરલાલ યૂનિવર્સિટી (JNU) વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (CPI)ના નેતા કન્હૈયા કુમારના કાફલા પર શનિવારે બિહારના છાપરામાં હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા. કેટલાક લોકોને સાધારણ ઈજાઓ પણ થઈ. જોકે, કન્હૈયા આ હુમલામાં માંડ-માંડ બચી ગયા અને પુરી રીતે સુરક્ષિત છે. હુમલાખોરોમાંથી એકને પકડી લેવામાં આવ્યો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જણાવવામાં આવ્યું કે, કન્હૈયા પોતાના સાથીઓ સાથે છાપરા જઈ રહ્યા હતા. આ દરમિયાન કોપા પોલીસ સ્ટેશન પાસે કેટલાક લોકોએ ગાડીઓ પર પથ્થર વરસાવવાનું શરૂ કરી દીધા. ગાડીઓના કાચ પર મોટા-મોટા પથ્થર લાગવાને કારણે ઘણા કાચ તૂટી ગયા અને કેટલાક લોકોને ઈજાઓ પણ થઈ. જાણકારી અનુસાર, કન્હૈયા જે ગાડીમાં હતા તેને કોઈ નુકસાન પહોંચ્યું નથી. ‘બજરંગ દળની ઉશ્કેરણીથી થયો હુમલો’ કન્હૈયાની સાથે હાજર લોકોએ આરોપ લગાવ્યો કે, બજરંગ દળના લોકો દ્વારા ઉશ્કેરણીને કારણે આ હુમલો કરવામાં આવ્યો. જણાવી દઈએ કે, કન્હૈયા કુમાર 30 જાન્યુઆરીથી બિહારના ચંપારણમાં ‘જન ગણ મન’ યાત્રા કાઢી રહ્યા હતા. ઘણા જિલ્લાઓમાં તે આની સાથે જોડાયેલી જનસભાઓ કરી ચૂક્યા છે. શનિવારે તે છાપરામાં પણ એક કાર્યક્રમમાં ભાગ લેવા જ જઈ રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો