એપશહેર

શ્રીનગરમાં સુરક્ષાદળોની પેટ્રોલિંગ ટીમ પર હુમલો, અથડામણમાં 3 આતંકીઓ ઠાર, 1 ASI શહીદ

I am Gujarat 30 Aug 2020, 10:03 am
આતંકીઓએ શનિવારે રાત્રે શ્રીનગરના પંથાચૌરમાં પોલીસ તથા સીઆરપીએફના સંયુક્ત નાકા પર હુમલો કર્યો. ટુ-વ્હીલર પર સવાર થઈને આવેલા ત્રણ આતંકીઓએ એકદમથી ફાયરિંગ કર્યું અને સ્થળ પરથી ભાગી ગયા. હુમલા બાદ વિસ્તારમાં જવાનોએ કવર કરી લીધો. જે બાદ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા. રાતથી ઓપરેશન ચાલી રહ્યું હતું. જેમાં બંને તરફથી ગોળીબાર થયો. આ અથડામણમાં એક ASI શહીદ થયા, જ્યારે 3 આતંકીઓ માર્યા ગયા.
I am Gujarat jk


જાણકારી મુજબ, રાત્રે સીઆરપીએફ તથા પોલીસની સંયુક્ત ટીમે પંથાચૌક વિસ્તારમાં નાકું લગાવ્યું હતું. અહીંથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક બાઈક પર સવાર થઈને આવેલા હુમલાખોરોએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું.

બીજી તરફ જવાનો દ્વારા પણ સામે ગોળીબાર કરવામાં આવ્યો, જે બાદ આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા. તેમનો પીછો કરવામાં આવ્યો. અને ત્રણેય આતંકીઓને એક વિસ્તારમાં ઘેરીને ઠાર કરી દેવામાં આવ્યા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂ-ગોળો મળી આવ્યો છે. અધિકારી મુજબ, અથડામણ ખતમ થઈ ગઈ છે. અને તમામ આતંકીઓને ઠાર કરી દેવાયા છે. આતંકીઓની ઓળખ થઈ શકી નથી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં જવાનો આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. પ્રદેશના કોઈને કોઈ વિસ્તારમાં રોજે રોજ અથડામણની ખબર આવી રહી છે. છેલ્લા બે દિવસોમાં આ અથડામણની ત્રીજી ઘટના હચી. આ પહેલા પુલવામા જિલ્લામાં 28 અને પછી 29 ઓગસ્ટે સુરક્ષાદળોની આતંકીઓ સાથે અથડામણ થઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો