એપશહેર

અયોધ્યા: મંદિર ટ્રસ્ટ કરાવશે મસ્જિદનું સમારકામ

I am Gujarat 1 Sep 2016, 1:28 pm
અયોધ્યા: બાબરી મસ્જિદ ધ્વંસને 24 વર્ષ થઈ ચુક્યા છે. તે એક ઘટનાએ આખા દેશમાં સાંપ્રદાયિક તાણની સ્થિતિ ઉભી કરી દીધી હતી. અયોધ્યાથી આ વખતે કોઈ રમખાણનાં નહીં પણ ભાઈચારાના સમાચાર મળ્યા છે. હનુમાનગઢી મંદિરના અધિકાર ક્ષેત્રમાં 300 વર્ષ જુની આલમગિરી મસ્જિદ જર્જરિત હાલતમાં છે.
I am Gujarat ayodhya temple trust to build mosque on its land invites muslims for namaz
અયોધ્યા: મંદિર ટ્રસ્ટ કરાવશે મસ્જિદનું સમારકામ


થોડા દિવસ પહેલાં આ મસ્જિદની હાલત જોઈને મ્યૂનિસિપલ બોર્ડે તેને ખતરનાક જાહેર કરી હતી અને લોકોને મસ્જિદમાં પ્રવેશતા રોકવા નોટિસ પણ મુકી હતી. હનુમાનગઢી મંદિર ટ્રસ્ટે મસ્જિદના સમારકામની મંજુરી તો આપી જ, સાથે સાથે સંપુર્ણ ખર્ચો ઉપાડવાની પણ તૈયારી દર્શાવી.

ઉલ્લેખનીય છે કે આલમગિરી મસ્જિદનું નિર્માણ 17મી સદીમાં મુગલ શાસક ઔરંગઝેબની મંજુરી બાદ કરવામાં આવ્યુ હતું. 1765ની આસપાસ શાસક શુઝાઉદ્દીને આ જમીન હનુમાનગઢી મંદિરને આપી હતી. તેમણે મંદિરને આ જમીન શરત કરીને આપી હતી કે અહીં કોઈને પણ નમાઝ માટે રોકવામાં નહી આવે. પણ સમારકામના અભાવને કારણે મસ્જિદ જર્જરિત થઈ ગઈ. અયોધ્યા મ્યૂનિસિપલ બોર્ડે નોટિસ આપ્યા બાદ મુસ્લિમ સમુદાયના અમુક પ્રતિનિધિ મંદિર ટ્રસ્ટને મળ્યા હતા. અને ટ્રસ્ટના પ્રમુખ મહંત જ્ઞાન દાસને સમારકામ કરાવવા માટે વિનંતી કરી હતી.

મહંત જ્ઞાન દાસે ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘મેં મારા મુસ્લિમ ભાઈઓને કહ્યું કે મસ્જિદનું સમારકામ ચોક્કસ થશે અને તેનો ખર્ચો અમે ઉઠાવીશું. મેં મંદિર ટ્રસ્ટ તરફથી પ્રશાસનને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ આપ્યું. આ પણ ઈશ્વરનું ઘર છે માટ અહીં મુસ્લિમ ભાઈઓને નમાઝ પઢવાની મંજુરી મળવી જોઈએ.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો