એપશહેર

બેગ્લુરુઃ લોકડાઉન લંબાવાશે કે દૂર કરાશે તે અંગે આજે લેવાઈ શકે છે નિર્ણય

Tejas Jinger | TNN 21 Jul 2020, 12:35 pm

બેગ્લુરુઃ કર્ણાટકાના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા આજે બેંગ્લુરુ શહેરી અને ગ્રામ્યના લોકડાઉન લંબાવવા અંગે બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈ શકે છે. શિક્ષણમંત્રી કે સુધાકરના જણાવ્યા પ્રમાણે આ મહત્વની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સોમવારે તેમણે પોતાના સાથી મંત્રીઓ અને અધિકારીઓ સાથે કોરોનાની રાજ્યમાં સ્થિતિ અંગે ચર્ચા વિચાર્ણા કરી હતી, પરંતુ તે દરમિયાન લોકડાઉન અંગે કોઈ ચર્ચા કરવામાં નહોતી આવી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જોકે, સૂત્રો માની રહ્યા છે કે, અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા બેઠક દરમિયાન બે સૂચનો કરવામાં આવ્યા હતાઃ જેમાં લોકડાઉન રવિવાર સુધી લંબાવવા કે પછી બુધવારે લોકડાઉન પૂર્ણ થયા બાદ રાત્રે 7થી સવારના 5 સુધી કર્ફ્યૂ લાદવા અંગેની વાત કરવામાં આવી હતી.

અગાઉ મહેસૂલ મંત્રી આર અશોકાએ લોકડાઉન લંબાવવા અંગે ઈનકાર કર્યો હતો, સુધાકરે પણ આમ જ શિક્ષણમંત્રીએ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “બેઠક દરમિયાન અમે લોકડાઉન પર ચર્ચા નથી કરી. હવે લોકડાઉન લંબાવવાની જરુર નથી તેવું સમજ્યા પછી તેના વિશે ચર્ચા થઈ નથી.”

કોરોના વાયરસને માત આપીને ઘરે પહોંચેલી યુવતીનું અનોખી રીતે કરાયું સ્વાગત એવા મેસેજ સાથે વિડીયો વાઈરલ

સૂત્રોએ જણાવ્યું છે કે, કોઈ ચોક્કસ (લોકડાઉનનો) નિર્ણય કરતા પહેલા બુધવારે અને ગુરુવારે મુખ્યમંત્રી ઝોનલ લેવલની બેઠક કરવાના છે, અને તેમાં ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહીને પોતાના મંતવ્યો રજૂ કરશે.

સોમવારે જેઓ બેઠકમાં હાજર હતા તેમાં સ્વાસ્થ્યમંત્રી બી શ્રીરામુલ્લા, ગૃહમંત્રી બાસવરાજ બોમાઈ અને 8 ઝોનલ ઈન-ચાર્જ મંત્રીઓને બેગ્લુરુમાં કોરોનાના કેસ અંગેની સ્થિતિ અંગે નિમણૂક કરાયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો