એપશહેર

નેશનલ હેરલ્ડ કેસ: સોનિયા-રાહુલને રાહત

I am Gujarat 12 Jul 2016, 4:12 pm
દિલ્હી: નેશનલ હેરલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે પોતાના ઑર્ડરમાં કહ્યું છે કે સીઆરપીસીના સેક્શન 91 અંતર્ગત કોઈ પણ નિર્ણય આપતા પહેલા આરોપી પક્ષની વાત પણ સાંભળવી જરુરી છે, જે આ કેસમાં નથી થયું.
I am Gujarat big relief for sonia and rahul gandhi from hc in national herald case
નેશનલ હેરલ્ડ કેસ: સોનિયા-રાહુલને રાહત


હાઈકોર્ટે પટિયાલા હાઉસ કોર્ટનો નિર્ણય બદલી નાખ્યો છે. આ પહેલાં ટ્રાયલ કોર્ટે તેમને કોંગ્રેસ અને અસોસિયેટ જર્નલ લિમિટેડની ઈનકમ ટેક્સ બેલેન્સ શીટ અને મંત્રાલયોના ડોક્યુમેન્ટ્સ સોંપવાના આદેશ આપ્યા હતા. બીજેપી નેતા સુબ્રમળ્યમ સ્વામીએ કહ્યું, દિલ્હી હાઈ કોર્ટનો આ નિર્ણય કાયદો નહી, પરંતુ પ્રક્રિયા પર છે. હું કાગળ સાથે પટિયાલા હાઉસ કોર્ટ ફરી જઈશ. કોર્ટે કહ્યુ કે સ્વામી સમજાવવામાં નિષ્ફળ રહ્યા કે ચુકાદામાં આ કાગળોની જરુર શું છે? ત્યારે સ્વામીએ દાવો કર્યો છે કે કેસની સુનાવણી માટે બધાં કાગળ જરુરી છે.

નેશનલ હેરલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી , સેમ પિત્રોડા, મોતીલાલ વોહરા અને ઑસ્કર ફર્નાન્ડિઝ આરોપી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો