એપશહેર

રેલવે સ્ટેશનથી ચોરાયેલું બાળક ખરીદનારા મહિલા કોર્પોરેટરને ભાજપે પાર્ટીમાંથી કાઢી મૂક્યા

Mathur Crime News: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાએ ફિરોઝાબાદ મેટ્રોપોલિટન અધ્યક્ષની ફરિયાદ પત્રની નોંધ લીધા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર વિનીતા અગ્રવાલને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. તેમણે તેમના પત્રમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો છે કે પક્ષની ગરિમાની વિરુદ્ધના વર્તનને કારણે તેમને પાર્ટીમાંથી બહાર કરાયા છે.

Edited byદીપક ભાટી | Navbharat Times 30 Aug 2022, 10:44 pm

હાઈલાઈટ્સ:

  • બીજેપી કાઉન્સિલર વિનીતા અગ્રવાલને પાર્ટીમાંથી બહાર કરાયા
  • GRP દ્વારા મહિલા કોર્પોરેટર અને તેમના પતિની ધરપકડ થઈ હતી
  • આ કેસ સામે આવતા વિપક્ષના ભાજપ પર સતત પ્રહારો ચાલુ છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Mathura Crime News
મહિલા કોર્પોરેટરે અને તેમના પતિની ધરપકડ કરી જેલ મોકલાયા- ફાઈલ
ફિરોઝાબાદઃ ફિરોઝાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બીજેપી કાઉન્સિલર વિનીતા અગ્રવાલને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તેમના પર ચોરીનું બાળક ખરીદવાનો આરોપ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાએ ફિરોઝાબાદ મેટ્રોપોલિટન અધ્યક્ષની ફરિયાદ પત્રની નોંધ લેતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર વિનીતા અગ્રવાલને તાત્કાલિક અસરથી પાર્ટીમાંતી કાઢી મૂક્યા છે. તેમણે તેમના પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પક્ષની ગરિમાની વિરુદ્ધના વર્તનને કારણે તેમને પાર્ટીમાંથી બહાર કરાયા છે.
કાઉન્સિલર વિનિતા અગ્રવાલ અને તેમના પતિ કૃષ્ણ મુરારી અગ્રવાલની મથુરા જીઆરપી પોલીસે મથુરા જંકશનમાંથી ચોરાયેલી બાઈક ખરીદવા બદલ ધરપકડ કરી હતી. તેમને સોમવારે અન્ય આરોપીઓ સાથે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર આક્રમક બની ગઈ હતી.

આ મુદ્દે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ટ્વીટ કર્યું હતું. ભાજપ સંગઠનના આગેવાનોએ પક્ષને ટીકામાંથી બચાવવા કાર્યવાહી હાથ ધરી નગરસેવકને તાત્કાલિક અસરથી પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?
યુપીના મથુરા રેલવે સ્ટેશન પર સૂઈ રહેલી મહિલાના ખોળામાંથી ચોરાયેલું બાળક સોમવારે મળી આવ્યું હતું. જીઆરપીના સુપરિન્ટેન્ડેન્ટ મોહમ્મદ મુશ્તાકે જણાવ્યું કે 24 ઓગસ્ટના રોજ સવારે 4.30 વાગ્યે મથુરા જંકશનના પ્લેટફોર્મ પર સૂઈ રહેલી મહિલા પાસેથી ચોરાયેલ સાત મહિનાનું બાળક વોર્ડ નંબર 51ની મહિલા કાઉન્સિલર વિનીતાના ઘરેથી મળી આવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિનીતાએ આ બાળકને હાથરસના ડૉક્ટર દંપતી પાસેથી મહિલા આરોગ્ય કર્મચારી દ્વારા 1 લાખ 80 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું.

પોલીસ પૂછપરછ દરમિયાન કાઉન્સિલરે જણાવ્યું કે તેણે આ બાળક એક નર્સ પાસેથી લીધું હતું. તેમને એક જ દીકરી છે. તેઓને અપહરણ વિશે કોઈ જાણ નહોતી. મથુરા પોલીસ મહિલા કાઉન્સિલર અને તેમના પતિ કૃષ્ણ મુરારી લાલ અગ્રવાલને પણ પૂછપરછ માટે તેમની સાથે લઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે વધુ કાર્યવાહી ચાલી રહી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story