એપશહેર

ક્વૉરન્ટિન માટે રાખ્યા, મજૂરોએ સ્કૂલને એવી બનાવી દીધી કે થઈ રહી છે પ્રશંસા

Shailesh Thakkar | I am Gujarat 22 Apr 2020, 11:14 pm
ભોપાલ : અત્યાર સુધી તમે ક્વૉરન્ટીનમાં રાખવામાં આવેલા લોકો દ્વારા હોસ્પિટલના પરિસરમાં તોડફોડ, નર્સો સાથે દુર્વ્યવહાર કરતા હોવાના સમાચાર સાંભળ્યા હશે પણ રાજસ્થાનના સીકર જિલ્લામાં ક્વૉરન્ટિનમાં રાખવામાં આવેલા મજૂરોએ એવું કામ કર્યું કે, આખા દેશમાં તેમની ચર્ચા થઈ રહી છે. પોતે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, પૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને રાજસ્થાનના ચિકિત્સા તથા સ્વાસ્થ્ય વિભાગના ACS રોહિત કુમાર સિંહે આ મજૂરોની પ્રશંસા કરી છે.કૈલાશ વિજયવર્ગીયે કરી પ્રશંસા
આ મજૂરોની પ્રશંસા કરતા MP ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે ટ્વીટ કરતા લખ્યું, ‘કર્મશીલ મજૂર! રાજસ્થાનના સીકર જિલ્લાના પલસાના કસબામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક મજૂરોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. બેસીને મફતમાં જમવું તેમને સારું ન લાગ્યું તો આ કર્મશીલ મજૂરોએ પ્રાથમિક શાળાની આખી ઈમારતને મફતમાં રંગી નાખી.’ વિજયવર્ગીયની ટ્વીટને રિ-ટ્વીટ કરતા રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે, સંસ્કાર પોત-પોતાના! આવા કર્મઠ લોકો આપણા સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે.આ છે આખી વાતરાજસ્થાનના સીકર જિલ્લાના પલસાના કસબામાં એક સ્કૂલમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક મજૂરોને ક્વૉરન્ટિન કરવામાં આવ્યા હતા. ક્વૉરન્ટિનનો સમયગાળો પૂરો થયા બાદ પણ લૉકડાઉનના કારણે તેમને ઘરે જવાની પરવાનગી નહોતી. આવામાં ગ્રામીણો અને તંત્રએ તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરી દીધી. આ કર્મશીલ મજૂરોએ ખાલી બેસીને મફતમાં ખાવાનું પસંદ ન કર્યું અને ગામના લોકો પાસેથી રંગરોગાના સામાન મંગાવ્યો અને આખી સ્કૂલનો નકશો જ બદલી નાખ્યો. જણાવવામાં આવ્યું છે કે, 9 વર્ષથી સ્કૂલનું રંગરોગાન નહોતું થયું.સ્કૂલને રંગનારા મજૂરોએ ગ્રામીણો અને પ્રસાશન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ માત્ર આ અહેસાનનો બદલો આપવા માગતા હતા આથી તેમણે મફતમાં આખી સ્કૂલની રંગીને એકદમ નવા જેવી બનાવી દીધી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો