એપશહેર

રાહુલના વિદેશ પ્રવાસ પર શાહનો કટાક્ષ, 'ગરમી છેને!'

I am Gujarat 1 Jul 2016, 3:40 pm
બસ્તીઃ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે ભારતીય જનતા પક્ષ (BJP)ના અધ્યક્ષ અમિત શાહે રાજ્યની અખિલેશ યાદવ સરકાર અને બહુજન સમાજ પક્ષ (BSP) પર પ્રહારો કર્યા હતા. જ્યારે વિદેશ ગયેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. શાહે કહ્યું હતું કે, ‘દેશમાં ગરમી વધતાં જ રાહુલ બાબા વિદેશ ચાલ્યા જાય છે.’
I am Gujarat bjp president amit shah addresses a rally in basti uttar pradesh
રાહુલના વિદેશ પ્રવાસ પર શાહનો કટાક્ષ, 'ગરમી છેને!'


ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા BJP કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાનું અભિયાન શરૂ કરનારા અમિત શાહે શુક્રવારે બસ્તીમાં સભાને સંબોધિત કરી હતી. જોકે અહીં બુથ સંમેલન દરમિયાન કાર્યકર્તાઓના અતિઉત્સાહે શાહનો મૂડ ખરાબ કરી દીધો હતો. ભાષણ દરમિયાન શાહ કાર્યકર્તાઓની અવ્યવસ્થા પર ભડકી ઊઠ્યા હતા.

રાહુલ ગાંધી પર કટાક્ષ શાહે મોદી સરકારનાં બે વર્ષનાં કામ પર સવાલ ઉઠાવનારા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘રાહુલ બાબા અત્યારે વિદેશ ગયા છે વિદેશ… ગરમી છેને અહીં.. જતાં જતાં પૂછતા હતા કે બે વર્ષમાં BJP સરકારે શું કર્યું? રાહુલ બાબા હું જવાબ આપું છું.’ અમિત શાહે કહ્યું કે, ‘BJP સરકારે બે વર્ષમાં સૌથી પહેલું એક કામ બોલતા પીએમ આપવાનું કર્યું છે.’ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘તમારા જમાનામાં તો વડાપ્રધાનનો અવાજ તમારી માતા સિવાય બીજું કોઈ સાંભળી શકતું નહોતું. દેશે તો તેમનો અવાજ ક્યારેય સાંભળ્યો નથી. યુપીએ સરકારમાં તો દરેક મંત્રી પોતાને વડાપ્રધાન માનતા હતા અને વડાપ્રધાનને કોઈ વડાપ્રધાન માનતું નહોતું.’

શાહે વધુમાં કહ્યું હતું કે, BSP અને કોંગ્રેસ એકબીજા સાથે મળેલાં છે. કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર SP અને BSPના સાથથી 10 વર્ષ ચાલી હતી. હવે તેઓ એકબીજાની વિરુદ્ધ થઈને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.’ અખિલેશ સરકારને ઉખાડી ફેંકવાનું કાર્યકર્તાઓને આહવાન કરતા તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી આ સરકાર હશે ત્યાં સુધી વિકાસ નહિ થાય.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો