એપશહેર

OMG! ગર્ભાશયનું ઓપરેશન કરતા ખાનગી ડોક્ટરે મહિલાની બંને કિડની કાઢી નાખી

એક ખાનગી ક્લિનિકના સંચાલક પવન પર આરોપ છે કે તેણે સુનિતા દેવીના ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું, જે દરમિયાન દર્દીની બંને કિડની કાઢી નાખવામાં આવી હતી. આ પછી જ્યારે દર્દીની હાલત બગડવા લાગી તો ડોક્ટર તેને પટણાના ગાયઘાટની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે અહીં તેમની તબિયત બગડવા લાગી ત્યારે તેમને મુઝફ્ફરપુરના SKMCHમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Edited byદીપક ભાટી | Navbharat Times 10 Sep 2022, 7:55 pm
મુઝફ્ફરપુર: બરિયારપુરમાં ઓપરેશન દરમિયાન એક મહિલાની બંને કિડની કાઢી નાખવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાની તબિયત લથડી ત્યારે આ વાત સામે આવી. આ પછી તેને તાત્કાલિક સારવાર માટે પટણાના પીએમસીએચમાં દાખલ કરવામાં આવી. પરંતુ તેની હાલત નાજુક થતાં પરિવાર તેને મુઝફ્ફરપુર લઈ આવ્યો હતો. હાલમાં તેની સારવાર મુઝફ્ફરપુર સદર હોસ્પિટલમાં ચાલી રહી છે અને મહિલા ડાયાલિસિસ પર છે.
I am Gujarat Bihar News
હાલ મહિલા ડાયાલિસિસ પર


ખાનગી ક્લિનિકના સંયાલક પર કિડની કાઢવાનો આરોપ
બરિયારપુર ચોક પાસે એક ખાનગી ક્લિનિકના સંચાલક પવન પર આરોપ છે કે તેણે સુનિતા દેવીના ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું, જે દરમિયાન દર્દીની બંને કિડની કાઢી નાખવામાં આવી હતી. આ પછી જ્યારે દર્દીની હાલત બગડવા લાગી તો ડોક્ટર તેને પટણાના ગાયઘાટની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે અહીં તેમની તબિયત બગડવા લાગી ત્યારે તેમને મુઝફ્ફરપુરના SKMCHમાં દાખલ કરવામાં આવ્યા હતા. SKMCHના ડૉક્ટરોએ જણાવ્યું કે તેની કિડની કાઢી નાખવામાં આવી છે.

હાલ મહિલા ડાયલિસિસ પર
પીડિતાની માતા ટેત્રી દેવીએ કહ્યું કે અગાઉ તેને SKMCHથી પટણાના IGIMS પટણામાં મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં બેડ મળ્યો નહોતો. આ પછી તેને પીએમસીએચ લઈ જવામાં આવી, પરંતુ જ્યારે પીએમસીએચમાં સ્થિતિ બગડવા લાગી તો તે તેને ઘરે લઈ આવ્યા. આ પછી, સ્થાનિક ધારાસભ્ય અશોક ચૌધરીની મદદથી, તેમને સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, જ્યાં પીડિત મહિલા ડાયાલિસિસ પર છે.

ઊંડાણપૂર્વક તપાસ બાદ ચિત્ર સ્પષ્ટ થશેબીજી તરફ આરોપી ડોક્ટર ક્લિનિક બંધ કરીને ફરાર થયો છે. આરોપી ડોક્ટરે જણાવ્યું કે ઓપરેશન તેણે નહીં પરંતુ અન્ય કોઈ ડોક્ટરે કર્યું હતું. દર્દીના સંબંધીઓ તેની ઓળખના છે, ઓપરેશન તેના કહેવા પર જ થયું હતું. જો કે, ડોકટરે સ્વીકાર્યું કે ભૂલ થઈ છે, અને તેની કિડની દાન કરવા તૈયાર છે. આ બાબતને લઈને બરિયારપુર ઓપી પોલીસે પીડિતાના ઘરે પહોંચીને મામલાની પૂછપરછ કરી હતી. એસએચઓ રાજેશ કુમાર યાદવે કહ્યું કે તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે. દોષિત તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ ઘટનાને માનવ અંગોની તસ્કરી સાથે પણ જોડવામાં આવી રહી છે. જો કે આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story