એપશહેર

ચમત્કાર! કરંટ લાગતા છોકરાનું હૃદય બંધ પડી ગયું, 36 કલાકે ફરી ભાનમાં આવ્યો

હાઈ-વોલ્ટેજ વાયરનો કરંટ લાગતા ઢળી પડેલા છોકરાને ડોક્ટર્સે નવજીવન આપ્યું.

TNN 13 Sep 2020, 9:47 am
નવી દિલ્હીઃ તમે કહેવત સાંભળી હશે 'રામ રાખે તેને કોણ ચાખે'. અર્થાત જેમના પર ભગવાન રામની કૃપા હોય તેને કોણ મારી શકે. જોકે આવી જ એક ઘટના દિલ્હીમાંથી સામે આવી રહી છે. જેમાં એક છોકરાને હાઈ-વોલ્ટેજ વાયરથી જોરદાર કરંટ લાગે છે તેનું હૃદય બંધ પડી જાય છે, પરંતુ ઘટનાના 36 કલાક બાદ ચમત્કારિક રીતે તે ફરીથી જીવતો થઈ જાય છે.
I am Gujarat pat
પ્રતિકાત્મક તસવીર


ઘટનાની વિગતો મુજબ, 16 વર્ષના એક છોકરાને વિજળીના હાઈ-વોલ્ટેજ તારનો જોરદાર કરંટ લાગી જાય છે. છોકરાના ધબકારા બંધ થઈ જાય છે. પરિવારજનો ઉતાવળમાં તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા. જોકે જે છોકરાના ધબકારા બંધ થઈ ગયા હતા, તે 36 કલાક બાદ ફરીથી ભાનમાં આવી જાય છે. આ ઘટનાને તમે ચમત્કાર જ કહી શકો.

આ ઘટના એક મહિનાથી પણ વધુ જૂની છે. ડોક્ટર્સ મુજબ, 1લી ઓગસ્ટે ભારે વરસાદના કારણે છોકરાની દુકાનની રેલિંગ પર એક હાઈ-વોલ્ટેજ વાયર પડી ગયો. અહીંથી નીકળતા તે પણ તેની ચપેટમાં આવી ગયો. 10 મિનિટ બાદ સ્થાનિક લોકોએ પાવર હાઉસમાં વાત કરીને લાઈટ બંધ કરાવી અને છોકરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

કરંટ લાગ્યા બાદ તેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા. તો તેને તાત્કાલિક ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને ઈમરજન્સી વિભાગમાં એડમિટ કરાયો. હોસ્પિટલના ઈમરજન્સી એન્ડ ક્રિટિકલ કેરના હેડ ડોક્ટર પ્રિયદર્શિની પાલે જણાવ્યું કે, દર્દીનું હૃદય ધબકી નહોતું રહ્યું. તરત જ ડોક્ટર્સ સમજી ગયા કે છોકરાને કરંટ લાગવાના કારણે તેને હાર્ટ એટેક આવ્યો છે. અને તેની પાસે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે.

ડોક્ટરોએ તરત જ તેને સીપીઆર આપ્યું. સમયપર સારવાર મળવાના કારણે આખરે છોકરો 36 કલાક બાદ ભાનમાં આવ્યો. તેને 5મી ઓગસ્ટ સુધીમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. ડોક્ટરોનો આભાર માનતા દર્દીના ભાઈએ કહ્યું કે, જ્યારે શરૂઆતમાં ડોક્ટરોએ બતાવ્યું કે તેની પાસે ખૂબ ઓછો સમય બચ્યો છે તો અમે આશા જ ગુમાવી દીધી હતી. પરંતુ ડોક્ટર પાલ અને તેમની ટીમે તેને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો