એપશહેર

રુ. 800ની લાંચ લેતા પકડાયેલા ઈન્કમ ટેક્સ ઓફિસરને 2 વર્ષની જેલ

Gaurang Joshi | I am Gujarat 24 Dec 2018, 4:55 pm
I am Gujarat bribe lands income tax official in prison
રુ. 800ની લાંચ લેતા પકડાયેલા ઈન્કમ ટેક્સ ઓફિસરને 2 વર્ષની જેલ


એપ્લિકેશન ક્લિયર કરવા માગી લાંચ

મુંંબઈઃ ઈન્કમ ટેક્સ રિફંડની એક એપ્લિકેશન ક્લિયર કરવા માટે લાંચ માંગવા અને સ્વીકારવા માટે એક સીનિયર ટેક્સ આસિસ્ટન્ટને મોટી કિંમત ચૂકવવી પડી છે. આ મામલે પાંચ વર્ષની ટ્રાયલ પછી, સ્પેશ્યિલ સીબીઆઈ જજ એમજી દેશપાંડેએ આરોપી સંતોષ કુમાર શર્માને 2 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ સંતોષને 12,000 રુપિયા દંડ પણ ચૂકવવો પડશે. અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

રિટર્ન ક્લિયર કરવા માગી લાંચ

સંતોષ આ પહેલા પણ પોલિસ કસ્ટડીમાં રહી ચૂક્યો છે અને તે જામીન પર બહાર હતો. તેના પર ટેક્સ વિભાગે કાર્યવાહી પણ કરી છે અને તે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યો છે. આ મામલો 6 ઓગસ્ટ 2013નો છે. નાલાસોપારા નિવાસીએ સીબીઆઈમાં ઈન્કમટેક્સ રિટર્નને ક્લિયર કરવા માટે લાંચ લેવાની ફરિયાદ કરી હતી. જે અનુસાર 31 જુલાઈ, 2012ના રોજ ફરિયાદકર્તાએ પોતાનું આઈટી રિટર્ન જમા કરાવ્યું હતું. જેના પર સેલેરીથી ટીડીએસ તરીકે કપાયેલા 9000 રુપિયાનું રિફંડ મળવાનું હતું.

સીબીઆઈમાં દાખલ કરી ફરિયાદ

રકમ પરત ન મળતાં ફરિયાદકર્તાએ લાલબાગના આઈટી ઓફિસની મુલાકાત લીધી અને 14 જુન 2013ના રોજ એક એપ્લિકેશન કરી હતી. ફરિયાદકર્તાએ કહ્યું કે થોડા દિવસ પછી સ્ટેટસ જાણવા માટે ફરી ઓફિસ ગયાં. તે દરમિયાન મુલાકાત સંતોષ સાથે થઈ. ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો છે કે સંતોષ કુમારે તેની પાસે એક હજારની લાંચ માગી હતી પરંતુ તે સમયે તેની પાસે રુપિયા નહોતાં. 19 જુલાઈ 2013ના રોજ ફરિયાદકર્તા આરોપીના સીનિયર ઓફિસરને મળ્યો અને લાંચ વિશે જણાવ્યું. અધિકારીએ એવું કહ્યું કે આ મામલે તેઓ તપાસ કરશે કારણકે આરોપી તે સમયે રજા પર હતો. જેથી નિરાશ થયેલા ફરિયાદકર્તાએ સીબીઆઈમાં ફરિયાદ કરી હતી.

રંગેહાથ પકડાયો આરોપી

તપાસ એજન્સીએ ફરિયાદકર્તા અને આરોપી વચ્ચે રેકોર્ડ થયેલી વાતચીતનો આધાર બનાવી ફરિયાદની સચ્ચાઈની તપાસ કરી. જ્યાં આરોપીએ ફરિયાદકર્તાને ઓફિસ બોલાવ્યો હતો. બે દિવસ પછી આરોપીએ લાંચ લીધી અને રિફંડ ક્લિયર કર્યું હતું. આ આધાર પર આરોપીની ધરપકડ કરવામાં આવી અને સબૂત તરીકે તેની પાસેથી લાંચના 800 રુપિયા પણ મળી આવ્યાં હતાં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો