એપશહેર

બ્રિટિશ નાગરિકે કોરોનાને હરાવ્યો, કહ્યું- ઈંગ્લેન્ડમાં પણ આવી સારવાર ન થઈ હોત

Yogesh Gajjar | I am Gujarat 6 Apr 2020, 10:36 am
દુનિયાભરમાં તબાહી મચાવનારો કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં લગભગ બધા રાજ્યોમાં કોવિડ-19ના કેસો સામે આવી ચૂક્યા છે. કેરળની વાત તરીએ તો રવિવાર સુધીમાં અહીં 306 કોરોના દર્દી સામે આવ્યા હતા. જ્યારે 49 એવા દર્દી છે જેમને સાજા કર્યા બાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જે લોકોએ કોરોના વાયરસને હરાવ્યો છે તેમાંથી એક બ્રિટિશ નાગરિક બ્રાયન લોકવુડ પણ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:બ્રાયન પોતાની પત્ની અને 18 લોકો સાથે કેરળમાં ફરવા માટે આવ્યો હતો. અહીંથી જ્યારે તે દુબઈની ફ્લાઈટ પકડવા જઈ રહ્યો હતો ત્યારે જ તેને રોકી લેવામાં આવ્યો અને જણાવાયું કે તેનામાં કોરોના વાયરસના લક્ષણો છે. ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેને હવે રજા આપી દેવામાં આવી છે.બ્રાયન પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, કેરળની હોસ્પિટલમાં જે રીતે તેની દેખરેખ કરવામાં આવી કદાચ તેવી તેને પોતાના દેશમાં પણ ન મળી હોત. તેણે કહ્યું, ભારત જે રીતે કોરોના સામે લડાઈ લડી રહ્યું છે અને ડોક્ટર જેવી રીતે દર્દીઓની દેખરેખ કરી રહ્યા છે તે જોયા બાદ હું કહી શકું છું કે ભારત જલ્દી જ કોરોનાને હરાવી દેશે.બ્રાયને હોસ્પિટલ વિશે વાત કરતા જણાવ્યું કે, ત્યાંની સ્થિતિ થોડી કઠોર હતી, પરંતુ હું જાણું છું કે તે અમારી ભલાઈ માટે કરાઈ રહ્યું હતું. આઈસોલેશન રૂમને નિયમિત રીતે સેનિટાઈઝ કરાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે, ભારતની હોસ્પિટલોમાં અમારા દેશ જેવું ભોજન મળવું મુશ્કેલ છે, પરંતુ મેં તેવું કર્યું જેવી ડોક્ટરે મને સલાહ આપી. તેણે ભારતની મેડિકલ ટીમની પ્રશંસા કરતા કહ્યું, અહીંની મેડિકલ ટીમ વર્લ્ડ ક્લાસ છે. અહીંના લોકો ખૂબ વિનમ્ર છે અને દર્દીઓનું સારી રીતે ધ્યાન રાખે છે.

Read Next Story