એપશહેર

60 ફૂટ ઉંચી ટાંકી પર ચઢી ગયો આખલો

I am Gujarat 14 Jul 2016, 10:06 am
જયપુર: રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ શહેરમાં 60 ફૂટ ઉંચા વોટર ટેન્ક પર ચઢતાં આખલાને જોઈને તમને બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ના વિરુનો સીન જરુર યાદ આવશે.
I am Gujarat bull has its veeru moment atop 60ft water tank
60 ફૂટ ઉંચી ટાંકી પર ચઢી ગયો આખલો


લોકો આ સમાચારને પહેલાં અફવા સમજી બેઠા હતાં તેમજ સોશિયલ મીડિયા પર જે ફોટોસ શેર કરવામાં આવ્યા તે પણ ફોટો-શોપ કરેલા હોય તેવી શંકા કરવા લાગ્યા. સોમવારે સવારે જ્યારે પોલીસને પણ ફોન આવ્યા, ત્યારે તે પણ આને કોઈ પ્રેન્ક કરતું હોય એમ સમજતી હતી. પરંતુ જ્યારે આ જ ફરિયાદ માટે અનેક ફોન આવ્યા, ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આઠ કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યુ હતુ. એક અધિકારીએ કહ્યું કે, પહેલા અમે વિચાર્યું કે ક્રેન મંગાવવી જોઈએ, પણ તે વિચાર કામ ના કર્યો. આખરે, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સના અધિકારીઓને યુક્તિ સુઝી અને આખલાને રોપ વાયર અને સેફ્ટી બેલ્ટની મદદથી નીચે ઉતારવામાં આવ્યો.

આખલો કઈ રીતે ઉપર ચઢ્યો તે કોઈને ખબર નથી, પણ તે વહેલી સવારે ચઢવા લાગ્યો હતો તે ફોટોસ પરથી જણાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો