એપશહેર

બુલેટનું સાયલેન્સર મોડિફાઈડ કરાવી રોંગ સાઈડમાં જવું યુવકને ભારે પડ્યું, 50 હજારનો મેમો ફાટ્યો

Yogesh Gajjar | I am Gujarat 28 Jan 2020, 11:44 am
ટ્રાફિકના નિયમો આકરા કરાયા ત્યારથી અત્યાર સુધીમાં ઘણા વાહન ચાલકોને મોટો દંડ ફટકારવાના મામલા સામે આવી ચૂક્યા છે. તેમ છતાં લોકો હજુ પણ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરી રહ્યા. ગુરુગ્રામમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં મોડિફાઈડ સાયલેન્સર સાથે પૂરપાટ અને ખતરનાક રીતે બુલેટ ચલાવવાનું એક યુવકને મોંઘું પડી ગયું. દિલ્હીથી અડીને આવેલા ગુરુગ્રામના સોહના ચોક પર ટ્રાફિક પોલીસ ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક બુલેટ સવાર યુવક રોંગ સાઈડથી ખતરનાક રીતે ડ્રાઈવિંગ કરતા આવ્યો. તેણે બુલેટના સાયલેન્સરને મોડિફાઈડ કરાવી રાખ્યું હતું જેમાંથી ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું હતું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સ્થળ પર ઉપસ્થિત ટ્રાફિક પોલીસના કહેવા મુજબ, તેમણે યુવકને રોકાવાનો ઈશારો કર્યો તો તેણે પોલીસર્મીઓની સામે જ એક બાદ એક બે રેડ સિગ્નલ તોડ્યા. તેને પીછો કરીને પોલીસે રોક્યો. બુલેટ ચાલક પાસે ડોક્યુમેન્ટ્સ નહોતા અને તે દારૂ પીને ખતરનાક રીતે ડ્રાઈવિંગ કરતો હતો, ઉપરાંત ફરજ પરના પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું. આ બાદ પોલીસે બુલેટ ચાલકને 50,500 રૂપિયાનો મેમો પકડાવી દીધો અને તેનું વ્હીકલ જપ્ત કરી લીધું. પોલીસે 50,500 રૂપિયાનો મેમો આપ્યા બાદ ગુસ્સે થયેલા યુવકે ભારે હંગામો કર્યો. જ્યારે કોઈ ટ્રિક કામ ન આવી તો તેણે પોલીસને ચાવી આપી દીધી અને રોફ મારવા લાગ્યો. આ મામલામાં સ્થળ પર તહેનાત ટ્રાફિક પોલીસ મુજબ બાઈકની આગળ નંબર પ્લેટ પણ નહોતી. બાઈક ચાલકના કહેવા મુજબ તે નગર નિગમમાં કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી છે અને મહિને 8000 રૂપિયા કમાય છે. તેનું કહેવું છે કે એવામાં તે 50,500 રૂપિયાનો દંડ કેવી રીતે ભરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો