એપશહેર

આ શહેરનો એક એવો બિઝનેસ જે લોકડાઉન ખૂલ્યા પછી પણ 'બંધ' છે, કારણ છે ગુજરાતીઓ!

હરિદ્વારમાં દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા માટે આવે છે અને અહીંથી શાલ અને ધાબળાની ધૂમ ખરીદી કરે છે.

I am Gujarat 19 Sep 2020, 8:33 pm
હરિદ્વાર: કોરોના વાયરસની મહામારીની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અનલોક પણ કરવામાં આવ્યું. પણ, ઉત્તરાખંડના હરિદ્વારમાં કેટલાંક એવા બિઝનેસ છે જે હજુ પણ અનલોક થયા નથી. હરિદ્વારમાં શાલ અને ધાબળાનું વેચાણ કરતી દુકાનોનો બિઝનેસ ટૂરિસ્ટ્સ પર આધારિત છે. હરિદ્વારમાં દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતી અને બંગાળી યાત્રીઓ ફરવા માટે આવે છે અને અહીંથી શાલ અને ધાબળાની ખરીદી કરે છે.
I am Gujarat q9


પરંતુ, હાલ કોરોના વાયરસની મહામારીના કારણે હરિદ્વારમાં ટૂરિસ્ટ્સ આવી રહ્યા નથી. હરિદ્વાર શહેરમાં રેલવે સ્ટેશનથી શરૂ થઈને આશરે 200થી 250 દુકાનો શાલ અને ધાબળાની છે. આ દુકાનોમાંથી દર વર્ષે ભારે માત્રામાં શાલ અને ધાબળાની ખરીદી થાય છે. પણ, આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે ગુજરાતી યાત્રીઓ આવી રહ્યા નથી. જ્યારે બીજી બાજુ હરિદ્વારના સ્થાનિક લોકો આ દુકાનોમાંથી શાલ અને ધાબળા ખરીદતા નથી. છેલ્લા 4 મહિના કરતા વધારે સમયથી શાલ અને ધાબળાનું વેચાણ કરતા વેપારીઓએ તેમની દુકાન ખોલી નથી.

હરિદ્વારમાં ધાબળા અને શાલનું વેચાણ કરતા એક દુકાનદારે જણાવ્યું કે દર વર્ષે મે મહિનાથી લઈને સપ્ટેમ્બર સુધી ચાર ધામ યાત્રા દરમિયાન અહીં મોટી સંખ્યામાં ગુજરાતી અને બંગાળી યાત્રીઓ આવે છે. તેઓ અહીંથી મોટી સંખ્યામાં ધાબળા, સ્વેટર અને શાલની ખરીદી કરે છે. પણ, આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે કોઈ ટૂરિસ્ટ્સ આવી રહ્યા નથી એટલે અમે હજુ સુધી દુકાનો પણ ખોલી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો