એપશહેર

કોરોનાને કારણે દેશભરમાં 85 લાખ જેટલા ચોકીદારોની નોકરીઓ પર લટકતી તલવાર

TNN 21 Mar 2020, 7:11 pm
નવી દિલ્હી: કોરોના વાયરસની અર્થવ્યવસ્થા અને નોકરી પર અસર જોવા મળી રહી છે. જે રીતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે જોતા દુકાનો, મૉલ, શૉરૂમ, થિયેટર, હોટલ, સ્કૂલ, કોલેજ બંધ થઈ રહ્યા છે. આ કારણે કોરોના વાયરસ ફેલાતો રોકાઈ રહ્યો છે પણ લાખો સુરક્ષા ગાર્ડ એટલે કે ચોકીદારોની નોકરી પર ખતરો જોવા મળી રહ્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોખાનગી સુરક્ષા ઉદ્યોગ સંબંધિત સંસ્થા કોપ્સીએ વડાપ્રધાન મોદી પાસે એવી માગ કરી છે કે મોટી સંખ્યામાં ચોકીદારોની નોકરી જઈ રહી છે તે મુદ્દે તેઓ હસ્તક્ષેપ કરે. સરકારને કહ્યું કે તેઓ આ મહામારી સામે લડવા માટે ખાનગી સુરક્ષા ગાર્ડની પણ નિયુક્તિ કરે. તેમણે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું કે લાખો સુરક્ષા ગાર્ડની નોકરી જઈ રહી છે તે બચાવી લો.દેશમાં મોલ, શોરૂમ, થિયેટર, હોટલ વગેરે બંધ થવાના કારણે એવી સ્થિતિ ઊભી થઈ છે કે મોટી સંખ્યામાં ચોકીદારને ના પાડવામાં આવી રહી છે. જ્યાં એક કરતા વધુ ચોકીદાર હાજર રહેતા હતા ત્યાં હવે માત્ર એક ચોકીદાર જોવા મળી રહ્યો છે. હવે બાકીના ચોકીદારો ક્યાં જશે અને તેઓને વેતન કોણ આપશે? ભારતમાં હાલ 23,000 કરતા વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ 85 લાખ કરતા વધુ સુરક્ષા ગાર્ડને નોકરી આપી રહી છે.PM નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ, 22 માર્ચે જનતા કર્ફ્યૂ માટે આહવાન

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો