નિવારી: મધ્ય પ્રદેશના નિવારી જિલ્લામાં સોમવારે એક મોટી ઘટના થતા રહી ગઈ. એક નાના બ્રિજ પરથી સ્પીડમાં પસાર થઈ રહેલી કારના ચાલકનું બેલેન્સ બગડ્યું અને કાર નદીમાં જઈને પડી. કારમાં સવાર લોકોને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ભરતી કરાવી દેવાયા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial નિવારી જિલ્લાના ઓરછામાં નદી પર બનેલા નાના પુલ પરથી સ્પીડમાં પસાર થઈ રહેલી કાર સામેથી આવતી રિક્ષા સાથે ટકરાઈને નદીમાં જઈને પડી. પ્રાપ્ત જણકારી મુજબ, કારમાં પાંચ લોકો સવાર હતા અને બધાને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. ઘટનાસ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક નદીમાં છલાંગ લગાવીને કારમાંથી લોકોને બહાર કાઢ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.