એપશહેર

EDએ કહ્યું, વિક્ટિમ કાર્ડ રમી રહ્યા છે ચિદમ્બરમ

વિપુલ પટેલ | PTI 28 Aug 2019, 10:49 pm
નવી દિલ્હી: ઈડીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આઈએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ મામલે એજન્સી દ્વારા પોતાની ધરપકડથી બચવા માટે પી. ચિદમ્બરમ ‘વિક્ટિમ કાર્ડ’ રમી રહ્યા છે. ઈડીએ કોર્ટમાં બાર આપતા કહ્યું કે, આ મની લોન્ડ્રિંગનો ગંભીર મામલો છે અને તેણે એવા બધા પુરાવા એકત્ર કર્યા છે, જે ચિદમ્બરમની કસ્ટડીમાં પૂછપરછ માટે પૂરતા છે. તેણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેને વિદેશી બેંકોમાંથી ખાસ જાણકારી મેળવી છે, જેમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમની વિદેશોમાં સ્થિત સંપત્તિઓના ઈનપુટ સામેલ છે. એજન્સીએ જણાવ્યું કે, તેમાં ચિદમ્બરમના ઘરના નંબર અને કંપનીઓ સામેલ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialસુપ્રીમ કોર્ટે બુધવારે આઈએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમને ધરપકડથી મળેલા વચગાળાના સંરક્ષણની અવધિ ગુરુવાર સુધી વધારી દીધી. આ મામલો ઈડીએ નોંધ્યો હતો. જસ્ટિસ આર. ભાનુમતિ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની બેંચે બુધવારે સોલિસિટર જનરલ તુષાર મેહતાની દલીલો સાંભળી. બેંચ ગુરુવારે પણ દલીલો સાંભળશે.સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, ચિદમ્બરમ પોતાને પીડિત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મામલામાં ઈડીને તેમની ધરપકડ કરવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેહતાએ બેન્ચને કહ્યું કે, ‘તેમને રાજકીય વિરોધી હોવાને લઈને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેવું કે તેમનો (ચિદમ્બરમનો) આરોપ છે. અમારી પાસે રજૂ કરવા માટે પુરાવા છે કે આ મની લોન્ડ્રિંગનો એક ગંભીર મામલો છે. મામલામાં અમે નકારી ન શકાય તેવી સમાગ્રી એકત્ર કરી છે.’સુપ્રીમ કોર્ટ આગોતરા જામીન રદ કરવાના હાઈકોર્ટના આદેશ સામે ચિદમ્બરમની અપીલ પર સુનાવણી કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે આપીલ દ્વાર દિલ્હી હાઈકોર્ટના 20 ઓગસ્ટના એ ચુકાદાને પડકાર્યો છે, જે અંતર્ગત કોર્ટે આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગ કેસમાં તેમના આગોતરા જામીન નામંજૂર કરી દીધા હતા. આ કેસ સીબીઆઈ અને ઈડીએ કર્યા છે. મેહતાએ ચિદમ્બરમને આગોતરા જામીન આપવનો વિરોધ કરતા કહ્યું કે, ‘પોતાને પીડિત તરીકે રજૂ કરી ભયનો મહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો