એપશહેર

ખાવાનું માગી રહ્યો હતો ભૂખ્યો પરિવાર, બંગલાના માલિકે કૂતરું છોડી મૂક્યું

Others 17 Jul 2020, 5:59 pm

કોરોના વાયરસની મહામારીમાં જ્યાં એકબાજુ સમાજના સંવેદનશીલ લોકો જરૂયિતામંદને ભોજન પૂરું પાડી રહ્યા છે અને સામાન પહોંચાડી રહ્યા છે ત્યારે બીજી બાજુ એક શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે. ઝારખંડના ધનબાદ જિલ્લામાં એક એવી અમાનવીય ઘટના સામે આવી છે કે જેમાં ભૂખ્યો પરિવાર એક બંગલાની બહાર ખાવાનું માગવા પહોંચ્યો હતો. બંગલાના માલિકે આ ભૂખ્યા પરિવાર પર તેનું પાલતૂ કૂતરું છોડી મૂક્યું. કૂતરાના અચાનક હુમલાના કારણે આ ભૂખ્યા પરિવારના બંને બાળકો ઈજાગ્રસ્ત થઈ ગયા અને બાળકોને બચાવવા ગયેલા પિતાને પણ આ કૂતરું કરડી ગયું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

વાત જાણે એમ છે કે આ ભૂખ્યો પરિવાર ઘરે-ઘરે જઈને ખાવાનું માંગી રહ્યો હતો, આ દરમિયાન તેઓ એક બંગલા પર જઈ પહોંચ્યા. આ ભૂખ્યા પરિવારે તે બંગલાના દરવાજા પર ઊભા રહીને ખાવાનું માગતા બૂમ મારી, આ બંગલાનો દરવાજો ખુલ્લો હતો અને બંગલાની અંદર એક વ્યક્તિ કૂતરાને લઈને ચાલી રહ્યો હતો. આ વ્યક્તિએ તે ભૂખ્યા લોકોને ભગાડ્યા પણ તેઓ ત્યાંથી નહીં જતા તેણે આ ભૂખ્યા પરિવાર પર કૂતરું છોડી દીધું.

ભૂખ્યા પરિવાર પર આ કૂતરાએ હુમલો કરતા તે પરિવારના બે બાળકો સહિત પિતા ઈજાગ્રસ્ત થયા છે. આમ આ ઘટનામાં આ ત્રણેય લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાદમાં તેઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, આ ઘટના બાદ બાળકો ખૂબ જ ડરી ગયા છે. આ ભૂખ્યા પરિવારના લોકોએ જણાવ્યું કે અમે બંગલો જોઈને જમવાનું માગવા ગયા હતા પણ અમને નહોતી ખબર કે તેઓ અમારા પર કૂતરું છોડી મૂકશે.

I am Gujarat children asking for food were to be bitten by a dog
ખાવાનું માગી રહ્યો હતો ભૂખ્યો પરિવાર, બંગલાના માલિકે કૂતરું છોડી મૂક્યું


ભારતમાં કોરોનાનો કહેર: 10 લાખને પાર થયો કુલ કેસનો આંકડો

Read Next Story