એપશહેર

ચીને ભારતના 10 જવાનોને મુક્ત કર્યા, ગલવાન ઘાટીમાંથી 3 દિવસ પહેલા બંધક બનાવ્યા હતા

Yogesh Gajjar | I am Gujarat 19 Jun 2020, 12:17 pm
પૂર્વ લદાખમાં સ્થિત ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવી લીધા હતા. ગુરુવારે સાંજે પીપલ્સ લીબરેશન આર્મી તરફથી ભારતના 10 જવાનોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ બાદ શુક્રવારે પણ બંને દેશો વચ્ચે મેજર જનરલ લેવલની મીટિંગ ગલવાન વિસ્તારને લઈને થવાની છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:15મી જૂને થયેલી લોહીયાળ હિંસા બાદ ચીની સેનાએ 4 ઓફિસર સહિત 10 ભારતીય સૈનિકોને બંધક બનાવી લીધા હતા. જોકે ગુરુવારે મેજર જનરલ અભિજિત બાપત અને ચીની સેનાના અધિકારી વચ્ચે થયેલી વાતચીત બાદ તેમને છોડવામાં આવ્યા.ગલવાનમાં થયેલી હિંસાની ઘટના બાદથી જ ભારતે મેજર જનરલ રેન્કના અધિકારીઓ સાથે ત્રણ રાઉન્ડની મીટિંગ કરી હતી અને 10 ભારતીય સૈનિકોને મુક્ત કરાવ્યા હતા. સૂત્રો મુજબ, આ સૈનિકનો ગુરુવારે આખરે છોડવામાં આવ્યા હતા, તેમની મેડિકલ તપાસ કરાઈ રહી છે અને તેમની પાસેથી વિસ્તૃત માહિતી લેવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગલવાન ઘાટીમાં PLAના સૈનિકોએ અચાનક ભારતીય સેના પર હુમલો કરી દીધો હતો. તેમની સંખ્યા વધુ હતી. આ અથડામણમાં કર્નલ બાબુ અને બે જવાનો સ્થળ પર જ શહીદ થઈ ગયા હતા, જ્યારે બાકીના 17 જવાનો ઈજાના કારણે બાદમાં શહીદ થઈ ગયા. જ્યારે 18 વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જવાનોને હાલમાં લેહની મિલિટ્રી હોસ્પિટલમાં અડમીટ કરાવાય છે. જ્યારે 58 જવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી. ચીને પોતાના સૈનિકોની મોતનો આંકડો જાહેર નહોતો કર્યો, પરંતુ રિપોર્ટ આવી હતી કે ચીનના 43 સૈનિકોનું આ અથડામણમાં મોત થયું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો