એપશહેર

ભારતને આંકવામાં થાપ ખાઈ ગયા જિનપિંગ, પોતાની જ જાળમાં ફસાઈ ગયું ચીનઃ એક્સપર્ટ

ભારતના જાણીતા રણનીતિકારનું કહેવું છે કે ચીનનું મીડિયા તેમના આર્ટિકલને પચાવી શકતું નથી

I am Gujarat 27 Sep 2020, 5:16 pm
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે વિશ્વમાં બદનામ થયેલા ચીનના રાષ્ટ્ર પ્રમુખ શિ જિનપિંગે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરીને અન્ય દેશોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવે તેઓ પોતે જ ફેલાવેલી જાળમાં ફસાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીને કહેવું પડ્યું છે કે વિસ્તારવાદ ચીનના જિન્સમાં નથી. ભારતના જાણીતા રણનીતિકાર બ્રહ્મ ચેલાણીએ કહ્યું છે કે ચીન આજથી નહીં પરંતુ તેનો ઈતિહાસ વિસ્તારવાદી રહ્યો છે અને માઓ બાદ શિ જિનપિંગે આ જવાબદારી સંભાળી છે. તેમણે કહ્યું છે કે હવે નવી રીતે ચીન હંમેશા વિસ્તારવાદની દિશામાં આગળ વધે છે.
I am Gujarat chinese media global times can not bare brahma chelani articals
ભારતને આંકવામાં થાપ ખાઈ ગયા જિનપિંગ, પોતાની જ જાળમાં ફસાઈ ગયું ચીનઃ એક્સપર્ટ


ટીકા સાંભળીને અકળાઈ જાય છે ચીની મીડિયા

ચેલાણીએ કહ્યું છે કે કોરોના રોગચાળાનો ફાયદો ઉઠાવીને ચીને પોતાની સરહદો વિસ્તારવાનો એજન્ડા ચલાવ્યો હતો. પરંતુ ભારત સહિદ ઘણા દેશોએ તેને પીછેહઠ કરવા મજબૂર કરી દીધું છે. તે દક્ષિણ ચીન સાગરમાં પણ આ પ્રકારનો એજન્ડા ચલાવતું રહ્યું છે. હકીકતમાં બ્રહ્મ ચેલાણી અવારનવાર ચીન અંગે તથ્યો સાથે વિચાર રજૂ કરે છે. ચીની મીડિયાને તેમની આવી સ્પષ્ટ વાતો કડવી લાગે છે અને ત્યાંથી તેમની વાતોને તોડીમરોડીને રજૂ કરવામાં આવે છે. ચેલાણીએ જાતે જણાવ્યું છે કે તેમના આર્ટિકલ બાદ ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ તરત જ જવાબ આપે છે. 2018 બાદ આ તેમનો 10મો એવો આર્ટિકલ છે જેના પર ચીની મીડિયા અકળાયું છે.

ગલવાનમાં ચીનને પડ્યો છે મોટો ફટકો

ચેલાણીએ કહ્યું છે કે ભારતે હવે ચીન સાથે તુષ્ટીકરણનો વ્યવહાર છોડી દીધો છે જેને જોઈને ચીનની હાલત પણ ખરાબ છે. ગત મહિને જિનપિંગે પોતાની સેના પીએલએને કહી દીધું હતું કે સરહદોની સુરક્ષા વધારે મજબૂત કરવામાં આવે. નોંધનીય છે કે ચીનના સૈનિકોએ ગલવાન ખીણમાં હુમલો કરી દીધો હતો અને બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં તેના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. છેલ્લા ચાર દાયકામાં આવું પહેલી વખત થયું છે કે ચીનનો કોઈ સૈનિક યુએન પીસકીપિંગ મિશન ઉપરાંત માર્યો ગયો છે. ચીને હજી પણ તેના માર્યા ગયેલા સૈનિકોનો આંકડો જાહેર કર્યો નથી અને જિનપિંગને વૈશ્વિક સમુદાય સામે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

મહત્વની પોસ્ટ પર ભારતીય સૈન્યએ લઈ લીધી છે પોઝિશન

ભારતે પેંગોગ લેક વિસ્તારમાં ઓછામાં ઓછી 20 મહત્વની જગ્યાએ પોઝિશન લઈ લીધી છે. ભારતની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ ચીનના નાક નીચે ઓપરેશન ચલાવી રહી છે. ભારતે ચીનને કડક સંદેશ આપ્યો છે કે ભારત અને ચીન વચ્ચે તિબેટમાં ચીન જેટલું મજબૂત પોતાને સમજે છે તેટલું તે છે નહીં. તિબેટના લોકો ચીનને અત્યાચારીથી વધારે કંઈ સમજતા નથી. ચીન ઈચ્છે છે કે જે રીતે તેણે દક્ષિણ ચીન સાગરમાં પોતાનો દબદબો બનાવ્યો છે તેવી જ રીતે તે હિમાલયના વિસ્તારોમાં પણ સફળ થશે પરંતુ ભારતે તેને જણાવી દીધું છે કે આ શક્ય નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો