એપશહેર

સિવિલ ડ્રેસમાં ભારતમાં ઘૂસતા હતા ચીની સૈનિકો, સ્થાનિકો અને ITBPએ પાછા કાઢ્યા

નવી રીતથી ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા ચીનના પ્લાનને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

TNN 21 Dec 2020, 7:51 am
લેહઃ પૂર્વ લદ્દાખના ન્યોમા વિસ્તારમાં ચાંગથાંગ ગામમાં બે ગાડીઓ દ્વારા સિવિલ ડ્રેસમાં ચીનના સૈનિકોનું એક ગ્રુપ આવ્યું હતું, જેમને સ્થાનિક લોકો અને ITBPના જવાનોની મદદથી પાછા મોકલવામાં આવ્યા છે. આ જાણકારી રવિવારે સ્થાનિક લોકોએ શેર કરેલા વીડિયો દ્વારા મળી હતી. સરહદ પર ઘર્ષણ બાદ ભારતમાં ઘૂસવાની ચીનની એક નવી કોશિશને ભારતે નિષ્ફળ બનાવી હતી. ચીની સૈનિકો શા માટે ભારતની સરહદમાં ઘૂસવા માગતા હતા જે બાબતની પણ તપાસ કરવામાં આવી શકે છે.
I am Gujarat chinese troops in civilian dress forced to retreat in ladakh
સિવિલ ડ્રેસમાં ભારતમાં ઘૂસતા હતા ચીની સૈનિકો, સ્થાનિકો અને ITBPએ પાછા કાઢ્યા


સિવિલ ડ્રેસમાં આવ્યા હતા ચીની સૈનિકો

ચીની સૈનિકો જે સિવિલ ડ્રેસમાં હતા, તેઓ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા જેથી તેમના ઢોર ચરી શકે, પરંતુ સ્થાનિકોના ભારે વિરોધ બાદ તેમણે પરત ફરવું જ પડ્યું. સ્થાનિકોએ આ વિષયમાં ITBP જવાનોને પણ સૂચિત કર્યા. આ ઘટના થોડા દિવસ પહેલાની છે.

ભારે વિરોધ પછી પરત ફરવું પડ્યું

વીડિયોથી માલુમ પડ્યું કે બે ચીની ગાડીઓ હતી જેમાં સિવિલ ડ્રેસમાં ચીની સૈનિકોનું ગ્રુપ હતું, ચાંગથાંગમાં ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા હતા. જોકે, સ્થાનિકોના ભારે વિરોધના કારણે તેમણે પરત જવું પડ્યું. જોકે, ITBP જવાનોનો પણ તેમનો સામનો કરવા માટે એક્શનમાં આવી ગયા હતા.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આ વિષયમાં ITBPના અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેમણે ઘટના વિશે જણાવવાનો ઈનકાર કરી દીધો. જોકે, સ્થાનિકોએ જણાવ્યું કે એક વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચીની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કરી હતી.

લેહના ચાંગથાંગમાં મોટાભાગે તિબ્બતી શરણાર્થી જ રહે છે. ચાંગથાંગ રશપો વેલીમાં સમુદ્ર તટથી લગભગ 14,600 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.

Read Next Story