એપશહેર

કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડઃ ભારે વરસાદ, આભ ફાટવાથી 5નાં મોત, 40થી વધુ લાપત્તા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં 5 લોકોનાં મોત થયા છે અને અંદાજે 40 લોકો ગુમ છે. કાટમાળમાં અનેક મૃતદેહો દટાયા હોવાની આશંકા. ભારે વરસાદના કારણે મસૂરીના કેંપટી ધોધમાં પાણીનું સ્તર વધી ગયું

I am Gujarat 28 Jul 2021, 4:35 pm

હાઈલાઈટ્સ:

  • હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં એક મા-દિકરો નદીમાં તણાયા, ચિનાબ નદી છલકાઈ
  • ભારે વરસાદ બાદ કેંપટી ફોલ ઓવરફ્લો થયો, આખા વિસ્તારમાં છવાયો છે સન્નાટો
  • પોલીસ, સેના અને એનડીઆરએફની ટીમોએ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat cloudbrust
દેશના પહાડી રાજ્યોમાં વરસાદના કારણે ભારે તબાહી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં એક મા-દિકરો નદીમાં તણાઈ ગયા. તો જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતા 5 લોકોનાં મોત થયા છે. અનેક મકાનો ધ્વસ્ત થઈ ગયા છે, કાટમાળ નીચે અનેક મૃતદેહો દબાયા હોવાની આશંકા છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ બાદ ડોડામાં ચિનાબ નદીનું જળ સ્તર વધી ગયું. રામબન વિસ્તારના લોકોને નદીના કાંઠે ના જવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ઉત્તરાખંડમાં હજુ પણ સતત વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે મસૂરીના કેંપટી ધોધમાં પાણીનું સ્તર વધી ગયું.
J&Kનાં કિશ્તવામાં આભ ફાટતા તબાહી

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જીલ્લામાં આભ ફાટતા પાંચ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. અંદાજે 40 લોકો લાપત્તા થયા હોવાનું સામે આવ્યું છે. અનેક મકાનો ભારે નુકસાન થયું છે. રેસ્ક્યૂ ટીમ હાલ લાપત્તા લોકોની શોધખોળ કરી રહી છે. આભ ફાટ્યા બાદ અનેક લોકો લાપત્તા થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ, સેના અને એનડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે.
રસીકરણમાં ટોચ પર, છતાંય કેરળમાં કેમ ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ?
હિમાચલના અનેક વિસ્તારોમાં પૂર

હિમાચલ પ્રદેશમાં મૂસળાધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. 9 લોકો લાપત્તા થયા હોવાની પણ માહિતી સામે આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર સુદેશ કુમારે કહ્યું કે, કુલ્લુ જીલ્લામાં બે અને ચંબામાં એક વ્યક્તિનું મોત થયું હોવાની આશંકા છે. લાહોલ-સ્પીતિમાં એક વ્યક્તિનું મોત અને 9 લોકો લાપત્તા છે.

ઉત્તરાખંડમાં અલર્ટ, કેંપટી ફોલ ઉભરાયો

ઉત્તરાખંડમાં પણ વરસાદે માઝા મુકી છે. નદીઓનું જળસ્તર વધી ગયું છે. કેંપટી ફોલ પણ ભારે વરસાદ બાદ ઉભરાયો છે. ભારે વરસાદ બાદ અહીં સન્નાટો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં હાલ વરસાદ રોકાય એવું લાગતુ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અહીં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે.
મા નહીં પરંતુ પિતા આપી શકે છે દીકરાને આ શીખ, જીવનમાં હંમેશા મેળવશે સફળતા
શિમલામાં ભેખડો ધસતા કારનો ભુક્કો

શિમલામાં વિકાસ નગર પંથઘાટી માર્ગ પર ભૂસ્ખલન થયું. જેના કારણે રસ્તાની સાઈડમાં ઊભેલી એક કાર પર ભેખડો ધસી પડતાં કારનો ભુક્કો બોલાયો હતો. જો કે, સદનસીબે કારમાં કોઈ હતું નહી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો