એપશહેર

સોનિયા ગાંધીની તબિયત બગડી, સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ

Shailesh Thakkar | I am Gujarat 2 Feb 2020, 8:23 pm
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીનાં વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર તે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યાં છે. પ્રિયંકા અને રાહુલ ગાંધી પણ તેમની સાથે છે. ધીમે-ધીમે બીજા કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ પણ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસોનિયાની એક નજીકની વ્યક્તિએ જણાવ્યું કે, તેમને પેટમાં દુ:ખાવાની ફરિયાદ છે. સાંજે સાત વાગ્યે તેમને ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. ડૉક્ટરે જણાવ્યું કે, તેમની તપાસ ચાલી રહી છે અને સારવાર શરૂ કરી દેવાઈ છે. જણાવી દઈએ કે, સોનિયા ગાંધી શનિવારે બજેટ રજૂ કરાયું ત્યારે લોકસભામાં ઉપસ્થિત રહ્યાં નહોતા.73 વર્ષીય સોનિયા ગાંધી છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઘેરાયેલા છે. આના કારણે રાજકીય રીતે પણ તેમની સક્રિયતા પહેલા કરતા ઘણી ઓછી થઈ ગઈ છે. ચૂંટણી રેલીઓમાં પણ તે બહુ ઓછાં જાય છે. જોકે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ રાહુલ ગાંધીએ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડતા તેમને ફરી એકવાર પાર્ટીની જવાબદારી સંભાળવી પડી. તેમના નામે સૌથી લાંબા સમયગાળા માટે કોંગ્રેસ અધ્યક્ષના પદ પર રહેવાનો રેકોર્ડ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો