એપશહેર

10 મહિના બાદ પટિયાલા જેલમાંથી બહાર આવ્યા નવજોત સિંહ સિદ્ધુ, BJP પર સાધ્યું નિશાન

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે પટિયાલા જેલમાંથી સજા પૂર્ણ કરીને બહાર આવ્યા છે. રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સજા પૂર્ણ કરીને બહાર આવવાની ખુશીમાં જેલની બહાર તેમના સમર્થકોની ભીડ જોવા મળી હતી અને ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવજોત સિંહ સિદ્ધુનાં પત્નીએ ગઈકાલે જ મોશનલ પોસ્ટ કરી હતી.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 1 Apr 2023, 6:51 pm

હાઈલાઈટ્સ:

  • સિદ્ધુએ કહ્યું, 'હું બંધારણને મારું પુસ્તક માનું છું, સરમુખત્યારશાહી થઈ રહી છે.
  • જે સંસ્થાઓ બંધારણની તાકાત હતી, તે સંસ્થાઓ આજે ગુલામ બની ગઈ છે.
  • હું ગભરાતો નથી, હું મૃત્યુથી ડરતો નથી કારણ કે હું જે પણ કરું છું તે પંજાબની આગામી પેઢી માટે કરી રહ્યો છું.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
પટિયાલાઃ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ રેજ કેસ (old road rage case)માં તેઓ છેલ્લા 10 મહિનાથી જેલમાં હતા. જેલમાંથી બહાર આવીને સિદ્ધુએ જમીનને સ્પર્શ કર્યો. ઉલ્લેખનીય છે કે સવારથી જ સિદ્ધુની મુક્તિને લઈને ચર્ચા ચાલી રહી હતી, જેના કારણે મીડિયા અને તેમના સમર્થકો જેલની બહાર એકઠા થઈ ગયા હતા.
જેલમાંથી બહાર નીકળતી વખતે સિદ્ધુએ નેવી બ્લુ રંગની પાઘડી અને કુર્તો પહેર્યો હતો જ્યારે તેમણે સ્કાય બ્લુ જેકેટ પહેર્યું હતું. સિદ્ધુએ જેલમાંથી બહાર આવતાની સાથે જ કહ્યું, 'અહીં લોકશાહી જેવું કશું બચ્યું નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર છે. લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો તમે પંજાબને નબળું પાડવાના પ્રયાસ કરશો તો તમે પોતે જ નબળા પડી જશો.
સિદ્ધુએ કહ્યું, 'મને બપોર આસપાસ છોડવામાં આવવાનો હતો પરંતુ તેમણે તેમાં વિલંબ કર્યો. તેઓ ઇચ્છતા હતા કે મીડિયાકર્મીઓ ત્યાંથી જતા રહે. આ દેશમાં જ્યારે પણ સરમુખત્યારશાહી આવી છે ત્યારે ક્રાંતિ પણ આવી છે અને આ વખતે એ ક્રાંતિનું નામ છે રાહુલ ગાંધી. તે સરકારને હચમચાવી નાખશે. સિદ્ધુએ કહ્યું, 'હું બંધારણને મારું પુસ્તક માનું છું, સરમુખત્યારશાહી થઈ રહી છે. જે સંસ્થાઓ બંધારણની તાકાત હતી, તે સંસ્થાઓ આજે ગુલામ બની ગઈ છે. હું ગભરાતો નથી, હું મૃત્યુથી ડરતો નથી કારણ કે હું જે પણ કરું છું તે પંજાબની આગામી પેઢી માટે કરી રહ્યો છું.

નવજોત સિંહ સિદ્ધુને 1990ના રોડ રેજ કેસમાં 19 મે 2022ના રોજ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેમને પટિયાલા જેલમાં રાખવામા આવ્યા હતા. પરંતુ 48 દિવસ પહેલા તેઓને જેલમાંથી મુક્ત કરાયા હતા. જેલના નિયમો અનુસાર કેદીઓને દર મહિને 4 દિવસની રજા આપવામાં આવે છે. એક વર્ષની સજા દરમિયાન સિદ્ધુએ એક પણ દિવસની રજા લીધી ન હતી, જેના કારણે તેમને વહેલા મુક્ત કરવામાં આવ્યા હતા.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story