એપશહેર

કોંગ્રેસ પાર્ટીને મળશે નવા અધ્યક્ષ? આજે CWC બેઠકમાં થશે નિર્ણય!

શુક્રવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મળનારી બેઠકમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણીને લઈને સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.

Agencies 22 Jan 2021, 12:04 am
નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે પોતાની ટોચની નીતિ ઘડનારી સમિતિ કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક કરવા જઈ રહી છે. આ બેઠકમાં પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીને લઈને સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે. સીડબલ્યુસીની આ ડિજિટલ બેઠક શુક્રવારે સવારે 10.30 કલાકે થશે.
I am Gujarat Congress meeting


સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકમાં નવા અધ્યક્ષની ચૂંટણીની સાથે-સાથે ખેડૂત આંદોલન અને કેટલાક અન્ય મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લીલી ઝંડી આપવામાં આવી શકે છે અને ચૂંટણીની તારીખોની જાહેરાત પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું તે પછી સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પછી ગુલામ નબી આઝાદ અને કપિલ સિબલ જેવા કેટલાક સીનિયર નેતાઓએ પાર્ટીના સક્રિય અધ્યક્ષ બનાવવાની માગ ફરી ઉઠાવી હતી. આમ તો, કોંગ્રેસના નેતાઓનું એક મોટું જૂથ લાંબા સમયથી એ વાતનું સમર્થન કરી રહ્યું છે કે, રાહુલ ગાંધીએ ફરીથી કોંગ્રેસની બાગડોળ સંભાળવી જોઈએ. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરેજવાલાએ તાજેતરમાં જ કહ્યું હતું કે, કોંગ્રેસના 99.9 ટકા લોકો ઈચ્છે છે કે, રાહુલ ગાંધી ફરીથી તેમનુ નેતૃત્વ કરે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો