એપશહેર

પ્રતિબંધો ઘટશે? કોરોનાના કેસો ઘટતા કેન્દ્રએ રાજ્યોને આપી મહત્વની સલાહ

દેશમાં કોરોના કેસો ઘટ્યા છે. તેને પગલે કેન્દ્રે રાજ્યોને સલાહ આપી છે કે, તે કોરોના વધતા લગાવાયેલા વધારાના પ્રતિબંધોની સમીક્ષા કરે. આ સંબંધમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર મોકલાયો છે. તેમાં કોરોનાના ઘટતા કેસોનો ઉલ્લેખ કરતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જરૂર જણાય તો કડકાઈ ઓછી કરવા માટે સલાહ આપવામાં આવી છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 17 Feb 2022, 12:03 am

હાઈલાઈટ્સ:

  • કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે.
  • દેશમાં કોવિડ-19 મહામારીમાં 21 જાન્યુઆરીથી સતત ઘટાડાનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે.
  • 15 ફેબ્રુઆરી, 2022એ દૈનિક કેસોનો પોઝિટિવીટી રેટ ઘટીને 3.63 ટકા રહી ગયો છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Corona Restriction
નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને જોતાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપી છે. તેણે સંક્રમણમાં અચાનક આવેલા ઉછાળા પછી લગાવાયેલા વધારાના કોવિડ-19 પ્રતિબંધો (Covid Restrictons)ની સમીક્ષા કરવા કહ્યું છે. કેન્દ્ર સરકાર અર્થ વ્યવસ્થાને બંધ કરીને રાખવાના પક્ષમાં નથી. તે ઈચ્છે છે કે, આર્થિક ગતિવિધિઓ ફરીથી પાટે ચડે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે, દેશમાં કોવિડ-19 મહામારીમાં 21 જાન્યુઆરીથી સતત ઘટાડાનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. ગત સપ્તાહ દરમિયાય દૈનિક સરેરાશ 50,476 કેસ હતા. ગત 24 કલાકમાં 24,409 કેસ નોંધાયા છે. 15 ફેબ્રુઆરી, 2022એ દૈનિક કેસોનો પોઝિટિવીટી રેટ ઘટીને 3.63 ટકા રહી ગયો છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસની બદલાયેલી સ્થિતિ વચ્ચે કોરોનાના ફેલાવાને રોકવા માટે જે નિયમ લાગુ કરાયા હતા, તેની સમીક્ષા થઈ છે. એ વાત પર પ્રકાશ પાડતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિદેશથી આવતા મુસાફરો માટે દિશાનિર્દેશોમાં ફેરફાર કર્યો છે, તેમણએ રાજ્યોને એ વધારાના પ્રતિબંધોની પણ સમીક્ષા કરવા કહ્યું, જે તેમણે લગાવ્યા હતા.
હવે કોરોના સાથે જ રહેવુ પડશે? મહામારીનો 'Endemic Phase' મોટા પડકાર સમાન
એ દ્રષ્ટિે આરોગ્ય મંત્રાલયે વિદેશથી આવતા મુસાફરો માટે 10 ફેબ્રુઆરી, 2022થી નવા નિયમ લાગુ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારની નવી ગાઈડલાઈ્સમાં વિદેશથી આવનારા મુસાફારો માટે ફરજિયાત ક્વારન્ટાઈનનો નિયમ રદ કરી દેવાયો છે.

તેમણે કહ્યું કે, વર્ષની શરૂઆતના મહિનામાં કોરોનાની ઝડપને જોતાં ઘણા રાજ્યોએ એરપોર્ટ્સ અને રાજ્યની સરહદો પર વધારાના પ્રતિબંધો લગાવ્યા હતા. જોકે, જ્યાં કોરોના મહામારી વચ્ચે આરોગ્ય વ્યવસ્થા મજબૂત રાખવી જરૂરી છે, ત્યાં રાજ્યોની વચ્ચે લોકોની અવરજવર અને આર્થિક ગતિવિધિઓમાં કોઈ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે.

આરોગ્ય સચિવે કહ્યું કે, હાલના સમયમાં ભારતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે, રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એ યોગ્ય રહેશે કે તે વધારાના પ્રતિબંધોની સમીક્ષા કરે અને તેમાં ફેરફાર કરે કે પછી તેને હટાવી દે. જોકે, રાજ્યોએ પોતાને ત્યાં આવતા કેસો પર નજર રાખવાનું ચાલુ રાખવું જોઈએ. તે ઈચ્છે તો કોરોનાને રોકવા માટે પાંચ તબક્કાની નવી નીતિ અપનાવી શકે છે. તે અંતર્ગત રાજ્ય ટેસ્ટ-ટ્રેક, ટ્રીટ-વેક્સિનેશન અને કોરોના અનુરૂપ વ્યવહારનો નિયમ લાગુ કરી શકે છે.
ફરી મળ્યા Omicronના 2 નવા ગંભીર લક્ષણ, ખાવાની આ બે આદતો કહી દેશે કે તમને કોરોના થઈ ગયો
તેમણે પત્રમાં કહ્યું કે, 'હું આશ્વસ્ત છું કે, તમારા નેતૃત્વમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કોવિડ-19ના પડકારનો સામનો કરી લેશે અને આ દરમિયાન લોકોના જીવન અને આજીવિકા પર તેનો પ્રભાવ ઓછો કરી શકાશે.'

કોરોનાએ અર્થવ્યવસ્થાના જુદા-જુદા સેક્ટર પર અસર કરી છે. તેની અસર ખાસ કરીને એવિએશન અને ટૂરિઝમ સેક્ટર પર પડી છે. નાના ઉદ્યોગ પણ તેનાથી ઘણા પ્રભાવિત થાય છે. એજ્યુકેશન સેક્ટર પર પણ ઘણો માર પડ્યો છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તો બધા સેક્ટર કોરોના પહેલાની જેમ પોતાની ગતિવિધિઓ પર પાછા ફરે. કોઈપણ પ્રકારના પ્રતિબંધો કે કડકાઈ તેને નુકસાન પહોંચાડી શકે છે.સરકાર એવું બિલકુલ નથી ઈચ્છતી.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story