એપશહેર

ભારતમાં કોરોનાના નવા સંક્રમણનો આંકડો 40 હજારનો પીછો નથી છોડી રહ્યો

Coronavirus Updates: દેશમાં કોરોનાના નવા કેસનો આંકડો ઘટીને 30 હજાર પહોંચ્યા પછી ફરી નવા કેસ 40 હજારની નજીક પહોંચ્યા

I am Gujarat 25 Jul 2021, 11:16 am
અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 40 હજારના આંકડાનો પીછો નથી છોડી રહ્યા. જોકે, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો થયો છે અને હવે આંકડો 500ની નજીક પહોંચ્યો છે. આજે પણ નવા કેસની સંખ્યા 40 હજારની નીચે નોંધાઈ છે, પરંતુ તેમાં સામાન્ય વધારો નોંધાયો છે.
I am Gujarat coronas new cases are not leaving a chase of 40k in india
ભારતમાં કોરોનાના નવા સંક્રમણનો આંકડો 40 હજારનો પીછો નથી છોડી રહ્યો


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 39,972 કેસ નોંધાયા છે અને 535 દર્દીઓના મોત થયા છે. 24મીના રોજ નવા કેસ 39,097 નોંધાયા હતા અને 546 દર્દીઓના મોત થયા હતા.

24 કલાકમાં દેશમાં 39,972 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,05,43,138 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4,20,551 થઈ ગયો છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 40 હજાર પર અટકી ગઈ છે ત્યારે એક્ટિવ કેસનો આંકડો પણ 4 લાખની નજીક આવીને જાણે ચોંટીં ગયો છે, હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4,08,212 છે.

16 જાન્યુઆરીએ દેશમાં કોરોના કોરોનાના રસી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ વેક્સિનેશનનો આંકડો 43,31,50,864 પર પહોંચ્યો છે.

ICMR (Indian Council of Medical Research) મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં કુલ 45,62,89,567 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 24 જુલાઈએ વધુ 17,18,756 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ભારતમાં ક્યારે કેટલા વધ્યા કોરોનાના કેસ

ભારતમાં કોરોના વાયરસના 20 લાખ કેસ 7 ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ પર પહોંચી ગયા હતા. આ પછી 60 લાખ પહોંચતા 28 સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો હતો. આ પછી 19 એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો 1.50 કરોડને પાર થયો હતો. 4 મેના કેસ સાથે આ આંકડો 2 કરોડને પાર કરી ગયો છે. 18મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2.5 કરોડને પાર થઈ ગઈ હતી. 23 મેના નવા કેસ સાથે કુલ કેસ 3 કરોડને પાર થઈ ગયા છે.

(એજન્સી ઈનપુટ્સ સાથે)

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો