એપશહેર

ભારતમાં કોરોનાના કેસ 13 લાખને પાર, મૃત્યુઆંકમાં ફ્રાન્સને પાછળ રાખ્યું

ભારતમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને ત્રણ સપ્તાહમાં જ કેસની સંખ્યા ડબલ થઈ ગઈ છે. મૃત્યુઆંકમાં ભારત ફ્રાન્સથી આગળ નીકળી ગયું છે.

I am Gujarat 24 Jul 2020, 10:02 pm
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ ધીમે ધીમે વિકરાળ રૂપ લઈ રહ્યો છે અને શુક્રવારે દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 13 લાખને પાર થઈ ગઈ છે. ભારતમાંથી કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 30,000ને પાર થઈ ગયો છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 13,06,02 કેસ નોંધાયા છે. ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે અને ત્યાં કોરોનાના કેસની સંખ્યા સૌથી વધુ છે.
I am Gujarat coronavirus cases cross 13 lakh mark in india and keep france behind in death toll
ભારતમાં કોરોનાના કેસ 13 લાખને પાર, મૃત્યુઆંકમાં ફ્રાન્સને પાછળ રાખ્યું


મૃત્યુઆંકમાં ફ્રાન્સથી આગળ નીકળ્યું ભારત

કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં ભારતે ફ્રાન્સે પાછળ રાખી દીધું છે. ભારતમાં 30,601 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. આ સાથે જ ભારત કોરાનાથી થયેલા સૌથી વધુ મૃત્યુઆંક ધરાવતા દેશોમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. સૌથી વધુ મૃત્યુના મામલે ભારતથી આગળ અમેરિકા, બ્રાઝિલ, બ્રિટન, મેક્સિકો અને ઈટાલી છે.

ભારતમાં ત્રણ સપ્તાહમાં ડબલ થઈ ગયા કોરોનાના કેસ

ભારતમાં કોવિડ-19ના કેસ ત્રણ સપ્તાહમાં જ ડબલ થઈ ગયા છે. 2 જૂલાઈએ ભારતમાં છ લાખ કેસ નોંધાયા હતા જે 24 જૂલાઈએ 13 લાખથી વધુ થઈ ગયા છે. ગત શુક્રાવારે દેશમાં કોરોનાના કેસની સંખ્યા 10 લાખની પાર પહોંચી હતી ત્યારથી લઈને અત્યાર સુધી ત્રણ લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત

ભારતમાં કોરોના વાયરસથી સૌથી ખરાબ અસરગ્રસ્ત રાજ્યમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 3,47,502 કેસ નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે તામિલનાડુ આવે છે. તામિલનાડુમાં અત્યાર સુધી 1,99,749 કેસ નોંધાયા છે. ત્રીજા ક્રમે રહેલા દિલ્હીમાં 1,27,364 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે.

રિકવરી રેટ 63.45 ટકા અને મૃત્યુદર 2.3 ટકા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને શુક્રવારે જણાવ્યું છે કે પ્રતિ 10 લાખ લોકોમાં 864 દર્દીઓ અને 21 મૃત્યુ સાથે ભારત દુનિયામાં કોરોનાથી ચેપગ્રસ્ત થતા અને તેની સાથે જોડાયેલા મૃત્યુના મામલે ઘણા નીચેના સ્થાને છે. દેશમાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ 63.45 ટકા છે જ્યારે મૃત્યુ દર 2.3 ટકા છે.

covid 19_11

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો