એપશહેર

દેશમાં એક દિવસમાં કોરોનાના 944 કેસ: જેમાંથી 350 માત્ર મહારાષ્ટ્ર, 200 મુંબઈના

નવરંગ સેન | TNN 15 Apr 2020, 9:11 am
દુર્ગેશનંદન ઝા, નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા નોંધાનારા કેસનો આંકડો ફરી એકવાર ત્રણ આંકડામાં આવી ગયો છે. મંગળવારે વિવિધ રાજ્યોમાં 944 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જે સોમવારે નોંધાયેલા 1,276 કેસની સરખામણીમાં થોડા ઓછા હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોદેશમાં મહારાષ્ટ્ર હજુય સૌથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. મંગળવારે આ આંકડો 350 હતો, અને રાજ્યમાં 18 લોકોના મોત પણ થયા હતા. સમગ્ર દેશમાં ગઈકાલે કુલ 34 લોકોના મોત થયા હતા, જેમાંથી અડધાથી વધુ માત્ર મહારાષ્ટ્રમાં હતા.
દેશમાં અત્યારસુધી કોરોનાને કારણે 393 લોકોના મોત થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જે દેશના 24 ટકા જેટલા થાય છે. મોતના મામલે પણ દેશમાં જેટલો મૃત્યુઆંક છે તેના 45 ટકા માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાહતની વાત એ છે કે દિલ્હી અને તમિલનાડુમાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. જ્યારે મંગળવારે એમપી, રાજસ્થાનમાં અનુક્રમે 127 અને 108 નવા કેસ નોંધાયા હતા.નવા વિસ્તારોમાં કોરોના ના ફેલાય તેના પર ખાસ ફોકસયુપીમાં ગઈકાલે પાંચ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધી 10 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. લોકડાઉન લંબાવાયું છે ત્યારે હવે સરકારનું સમગ્ર ધ્યાન હોટસ્પોટ્સમાંથી નવા વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના પહોંચે તેના પર છે. આરોગ્ય મંત્રાલયના અનુમાન અનુસાર, જે વિસ્તારોને હોટસ્પોટ્સ જાહેર કરાયા છે ત્યાં કોરોનાને સંપૂર્ણ કાબૂમાં આવવામાં એકાદ મહિનો લાગી શકે છે.આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યાં જો 28 દિવસ સુધી કોઈ નવો કેસ ના આવે તો ત્યાં કોરોનાનો પ્રસાર અટકી ગયો છે તેવું માનવામાં આવે છે. તેના કારણે જ લોકડાઉનને પણ લંબાવવામાં આવ્યું છે.દેશમાં હાલ 732માંથી 380 જેટલા જિલ્લામાં કોરોના જોવા મળ્યો છે. રાહતની વાત એ છે કે, 25 જિલ્લા એવા છે કે જ્યાં શરુઆતમાં કોરોનાના કેસ દેખાયા હતા, પરંતુ છેલ્લા 14 દિવસથી ત્યાં કોઈ નવા કેસ નથી નોંધાયા.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો