એપશહેર

આ આંકડા તમારી હિંમત વધારશે, ડરવાની નહીં કોરોના વાયરસ સામે લડવાની જરુર

Tejas Jinger | I am Gujarat 20 Mar 2020, 9:38 am
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા 195 પર પહોંચી છે અને તેમાંથી 4 લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાઓ પર કોરોના વાયરસ સામે હિંમતથી સામનો કરવાની વાત થઈ રહી છે આમ છતાં લોકોમાં વાયરસના કારણે ડર છે. આ ડરનું કારણ ચીન અને ઈટાલીના આંકડા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે જોકે, આ બધામાં ભારતની સ્થિતિ એકદમ અલગ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ઘણાં કિસ્સામાં ડર એટલો ઘર કરી ગયો છે કે સામાન્ય શરદી, ખાંસી અને તાવમાં પણ લોકો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાનું વિચારી રહ્યા છે. ભારતના આંકડા પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે કોરોનાથી ડરવાની નહીં પણ તેની સામે લડવાની જરુર છે એટલે કે સાવચેતીના પગલા ભરવાથી કોરોના વાયરસ તમારું કશું બગાડી નહીં શકે. PM નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ, 22 માર્ચે જનતા કર્ફ્યૂ માટે આહવાન ભારતમાં અત્યાર સુધીમાં ફેલાયેલા કોરોના વાયરસમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. આ સાથે ગુજરાતમાં પણ બે કેસ પોઝેટિવ આવ્યા છે.મૃત્યુઆંક ઘણો જ ઓછોઆમ તો આ વાત અગાઉથી કરવામાં આવી રહી છે તેમ છતાં ચીન અને ઈટાલીના આંકડા તથા અમેરિકા જેવા દેશની તૈયારીઓ છતાં કોરોના વાયરસનો પગ પેસારો જેવા કારણો લોકોમાં ડર ઉભો કરી રહ્યા છે. પરંતું ચીનના આંકડા પ્રમાણે ત્યાં મૃત્યુંઆંકની ટકાવારી 3-4 અને ઈટાલીમાં 7-8 છે. જોકે, ભારતમાં આ ટકાવારી માત્ર 1% જ છે. દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમિત કેસ 2 લાખને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 9,800ને પાર થઈ ગયો છે.કોરોના અને સામાન્ય શરદી-ખાંસી વચ્ચે શું છે તફાવત? આ ડોક્ટરને ધ્યાનથી સાંભળો

Read Next Story