એપશહેર

થોડી પીડા, અડધા કલાકનો આરામ...જુઓ, દેશમાં કેવી રીતે લગાવાઈ રહી છે કોરોના રસી

વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોરોના રસીકરણનો આરંભ કરાવ્યો, જુઓ કેવી રીતે લગાવાઈ રહી છે રસી

I am Gujarat 16 Jan 2021, 1:13 pm
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -19 રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન અને એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાની હાજરીમાં એઇમ્સમાં કોરોના વાયરસનું રસીકરણ શરૂ થયું. આ બંનેની હાજરીમાં એઇમ્સના સફાઈ કામદારને કોરોના વાયરસ માટેની પ્રથમ રસી આપવામાં આવી હતી. મુંબઈની કોપર હોસ્પિટલમાં કોરોના વાયરસનું રસીકરણ શરૂ થયું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનએ કહ્યું કે આજે હું ખૂબ જ ખુશ છું, રસી COVID19 સામેના યુદ્ધમાં સંજીવની તરીકે કામ કરશે. ભારતે પહેલા પોલિયો અને ચેચક સામેની લડાઇ જીતી લીધી હતી અને હવે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કોવિડ -19 સામેની લડત જીતવાના નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે.
I am Gujarat 17

એઈમ્સમાં ડો. હર્ષ વર્ધનની હાજરીમાં રસીકરણ
કોરોના રસીનો પ્રથમ ડોઝ દિલ્હી એઇમ્સમાં મનીષ કુમાર નામના સફાઇ કામદારને આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક પ્રસંગે સૌએ તાળીઓ પાડી હતી.
મધ્યપ્રદેશ: સીએમ શિવરાજ હમીદિયા હોસ્પિટલમાં પહોંચ્યા
અન્ય રાજ્યોની જેમ મધ્ય પ્રદેશમાં પણ કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં રસીકરણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રથમ રસીકરણ પ્રસંગે તબીબી શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગ, આરોગ્યમંત્રી ડો.પ્રભુરામ ચૌધરી અને નાણાંમંત્રી જગદીશ દેવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કૉપર હોસ્પિટલમાં રસીકરણ શરૂ
મુંબઈની કોપર હોસ્પિટલમાં કોરોના વાયરસનું રસીકરણ શરૂ થયું. રસીકરણના પહેલા દિવસે મુંબઈના 4100 આરોગ્ય કર્મચારીઓને વિવિધ રસીકરણ કેન્દ્રોખાતે 'કોવિશિલ્ડ' અને 'કોવેક્સિન'નો પ્રથમ ડોઝ અપાઈ રહ્યો છે.
ગુજરાત: પ્રથમ રસીકરણ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા
ગુજરાતમાં પણ કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યમાં પ્રથમ રસીકરણ દરમિયાન સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીર: 100 લોકોને રસી આપવામાં આવશે
શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS)માં રસીકરણ શરૂ થયું. દેશમાં આજે 3,006 સ્થળો પર રસીકરણ ચલાવવામાં આવી રહ્યું છે અને દરેક સ્થળે 100 લાભાર્થીઓને રસી આપવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો