એપશહેર

પાંચ વર્ષ પહેલા ટ્રેનમાં ખોવાઈ ગઈ હતી કપલની બેગ, સ્ટેશન માસ્ટર, જનરલ મેનેજર અને TTEએ મળીને ચૂકવવા પડશે 83,000 રુપિયા

પાંચ વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના બરેલીના એક દંપત્તીનો સામાન ટ્રેનમાં ચોરાઈ ગયો હતો. તેઓ જોધપુરથી બરેલી જઈ રહ્યા હતા અને તેમની બેગ જેમાં કિંમતી સામાન હતો તે ગાયબ થઈ ગઈ હતી. પાંચ વર્ષની કાર્યવાહી પછી દંપત્તીના પક્ષમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો છે અને જનરલ મેનેજર, સ્ટેશન માસ્ટર તેમજ ટિકિટ ચેકરે તેમને વળતર ચૂકવવું પડશે.

Edited byZakiya Vaniya | TNN 1 Oct 2022, 9:47 am
બરેલી- ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણાં પેસેન્જર્સ સાથે એવુ બનતું હોય છે કે તેઓ પોતાનો સામાન ભૂલી જતા હોય છે, અથવા તો સામાન ચોરી થઈ જતો હોય છે. ટ્રેનમાં સામાન ચોરી થવાની, ખોવાઈ જવાની ફરિયાદ છાશવારે સામે આવતી હોય છે. લગભગ પાંચ વર્ષ પહેલા એક દંપતીનો સામાન ટ્રેનમાં ખોવાઈ ગયો હતો અને હવે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશન(NCDRC) દ્વારા ઉત્તર રેલવેના જનરલ મેનેજર, સ્ટેશન માસ્ટર અને ટિકિટ ચેકરને આદેશ આપ્યો છે કે સેવામાં ચૂકના વળતર કરીકે દંપત્તીને 83,392 રુપિયા આપવામાં આવે. પાછલા પાંચ વર્ષથી ગાઝિયાબાદમાં આ કેસ ચાલી રહ્યો હતો અને આ અઠવાડિયે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.
I am Gujarat Indian Railways
પ્રતિકાત્મક તસવીર


સ્ટેશન પર માત્ર 30 સેકન્ડ ઉભી રહેશે મેટ્રો ટ્રેન, થલતેજથી કાલુપુર માત્ર 17 મિનિટમાં..!
કેસની વિગતવાર વાત કરવામાં આવે તો, 8 ઓગસ્ટ, 2017ના રોજ દંપતી કામાખ્યા એક્સપ્રેસમાં બેસીને જોધપુરથી બરેલી જઈ રહ્યુ હતું. ગાઝિયાબાદ નજીક તેમનો સામાન ખોવાઈ ગયો અને સાથે તેમણે અન્ય કિંમતી વસ્તુઓ પણ ગુમાવી હતી. બરેલી પહોંચીને સત્યેન્દ્ર કુમાર ત્રિપાઠીએ ગવર્નમેન્ટ રેલવે પોલીસ(GRP)માં ફરિયાદ નોંધાવી હતી. બરેલીના રહેવાસી સત્યેન્દ્ર કુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે પત્ની સાથે AC-2 ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. સ્લીપર કોચની બાજુમાં તેમનો કોચ હતો. નોન-એસી કોચમાંથી ઘણાં પેસેન્જર્સ તેમના ડબ્બામાં અવર જવર કરી રહ્યા હતા. તેમણે ટિકિટ ચેકરને સલાહ પણ આપી હતી કે તેઓ કોચનો દરવાજો બંધ કરી દે પરંતુ તેમની વાત ટિકિટ ચેકરે ગણકારી નહોતી

ફરિયાદીએ આગળ જણાવ્યું કે, તેમણે આ જોઈને પોતાના સામાનનું ખાસ ધ્યાન રાખ્યુ હતું. આખી રાત તેઓ સામાન સાચવવા માટે જાગતા રહ્યા હતા. પરંતુ જ્યારે ટ્રેન ગાઝિયાબાદમાં પ્રવેશી ત્યારે તેમણે જોયું કે તેમની બેગ ખોવાઈ ગઈ છે. બેગમાં રોકડા પૈસા અને અન્ય કિંમતી વસ્તુઓ પણ હતી. બેગમાં ફોન અને ઘરેણાં પણ હતા. બરેલી ઉતરતાની સાથે જ તેમણે ઈન્ડિયન રેલવે એક્ટના સેક્શન 100 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી તેમનો કેસ ગાઝિયાબાદ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

સ્ટેશન પર ટ્રેન ઉભી ના રહેતા પેસેન્જરે રેલવે સામે દાવો માંડ્યો, આ કારણોસર ફગાવી દેવામાં આવી ફરિયાદ
રેલવે અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદી પોતાની ફરિયાદના સમર્થનમાં પૂરતા પુરાવા રજૂ નહોતા કરી શક્યા અને તેમણે સામાન માટે અલગથી બૂકિંગ નહોતુ કરાવ્યું અને તેમની પાસે કોઈ રસીદ પણ નથી. માટે રેલવે તેમના સામાન માટે જવાબદાર નથી. જો કે, બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી ચેરમેન પ્રવીણ કુમાર જૈન અને શૈલજા સચનની પીઠે રેલવેને આદેશ આપ્યો કે દંપતીને 78,392 રુપિયા તેમના નુકસાન બદલ અને 5000 રુપિયા કાયદાકીય કાર્યવાહીના ખર્ચ બદલ આપવામાં આવે. આટલુ જ નહીં, આ રકમ 60 દિવસના સમયગાળામાં ચૂકવી દેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો