એપશહેર

ભારતમાં કોરોનાની સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો

પાછલા 24 કલાકમાં વધુ 44,188 કેસ નોંધાયા છે અને 478 દર્દીઓના મોત થયા છે.

TNN 25 Nov 2020, 9:51 am
નવી દિલ્હીઃ મંગળવારે ફરી દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસના આંકડામાં ઉછાળો આવ્યો છે, દેશમાં પાછલા 4 દિવસથી નવા કેસની સંખ્યામાં ઉછાળો નોંધાઈ રહ્યો છે જેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે, જેથી એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. મંગળવારે 5,500 કરતા વધારે એક્ટિવ કેસની સંખ્યા વધી છે.
I am Gujarat covid 19 active cases increase again in india
ભારતમાં કોરોનાની સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો


આ 1 ઓક્ટોબર પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ એક્ટિવ કેસ છે. આ દર્શાવે છે કે દેશમાં કોરોનાનું જોર ફરી વધી રહ્યું છે. એક્ટિવ કેસ 1 ઓક્ટોબરથી ઘટી રહ્યા હતા. આ ઘટાડો 14 નવેમ્બરે તુટ્યો હતો અને શનિવારે પણ તેમાં વધારો થયો હતો.

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો કુલ આંકડો 4,47,391 થઈ ગયો છે. રાજ્ય સરકારો પાસેથી મેળવેલા આંકડા પ્રમાણે મંગળવારે દેશમાં 44,188 નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા 92,22,665 થઈ ગયો છે. જોકે, મૃત્યુઆંક બીજા દિવસે 478 સાથે 500 કરતા નીચો રહ્યો છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 86,40,000 થાય છે, જેની ટકાવારી 93.7% થાય છે.

દેશના બાકી રાજ્યોની સરખામણીમાં દિલ્હીના કેસની સંખ્યા હજુ પણ ઊંચી આવી રહી છે. અહીં 6,224 નવા કેસ નોંધાયા છે અને 109 દર્દીઓના મોત થયા છે. સતત નવમા દિવસે દિલ્હીના નવા કેસ દેશના બાકી રાજ્યો કરતા સૌથી વધુ છે અને મૃત્યુઆંક પણ ઊંચો છે. અગાઉના અઠવાડિયા કરતા પાછલા અઠવાડિયામાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

રાજસ્થાનમાં 3,314 નવા કેસ મંગળવારે નોંધાયા છે, આ રાજ્યના અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. આ પહેલા રાજસ્થાનમાં સૌથી મોટો ઉછાળો બે દિવસ અગાઉ 3,260 કેસનો આવ્યો હતો. જે દર્શાવે છે કે ટુંકા સમયમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેમાં મુખ્યત્વે 8 જિલ્લાઓમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે, જયપુરમાં સૌથી વધારે અસર થઈ છે. જ્યાં મંગળવારે 656 કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં ટેસ્ટિંગની સંખ્યા વધતા નવા કેસની સંખ્યામાં પણ ઉછાળો નોંધાયો છે. અહીં 5,439 નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 17,89,800 થયો છે. મુંબઈમાં 939 કેસ નોંધાયા છે, જે પહેલા સોમવારે 800 કેસ નોંધાયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો