એપશહેર

દેશમાં 5 કરોડ લોકો પાસે હાથ ધોવા માટે સાબુ નથી, કોરોનાથી આમને વધારે ખતરોઃ સ્ટડી

Tejas Jinger | Agencies 22 May 2020, 1:42 pm
નવી દિલ્હીઃ ભારત પર થયેલી એક રિસર્ચમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. જેમને કોરોના વાયરસનો ચેપ લાગવાનો ખતરો સૌથી વધારે છે. અમેરિકામાં વોશિંગટન યુનિવર્સિટીમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)ના સંશોધકોએ કહ્યું કે ઓછામાં ઓછી અને મધ્ય આવકવાળા દેશોના બે કરોડ કરતા પણ વધારે લોકો પાસે હાથ ધોવા માટે સાબુ અને સાફ પાણી નથી. જેના કારણે આ દેશોમાં ધનાઢ્ય દેશો કરતા કોરોના સંક્રમણ વધારે ફેલાવાનું જોખમ છે. આ વસ્તી દુનિયાની વસ્તીનો એક ચતુર્થાઉંસ વસ્તી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જર્નલ એનવાયરમેન્ટ હેલ્થ પર્સપેક્ટિવ્સમાં પબ્લિસ રિસર્ચ મુજબ, સબ-સહારા આફ્રિકા અને ઓસિયાનાની 50 ટકા કરતા વધારે લોકો પાસે સારી રીતે હાથ ધોવા માટેની સુવિધા નથી. IHMEના પ્રોફેસર માઈકલ બ્રેઉરે કહ્યું, “કોવિડ-19 સંક્રમણને રોકવા માટે મહત્વપૂર્ણ ઉપાયોમાં હાથ ધોવાનો સમાવેશ થાય છે. આ નિરાશાજનક છે કે ઘણાં દેશોમાં તેની સુવિધા જ નથી. આ દેશોમાં સ્વાસ્થ્ય સંભાળની સુવિધા પુરતા પ્રમાણમાં નથી.” રિસર્ચમાં જાણવા મળ્યું કે 46 દેશોમાં અડધાથી વધુ વસ્તી પાસે સાબુ અને સાફ પાણી ઉપલબ્ધ નથી. ઘરના જૂના કપડાંમાંથી પણ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો માસ્ક આ શોધ મુજબ, ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, નાઈઝીરિયા, કાંગો અને ઈન્ડોનેશિયામાં પ્રત્યેક પાંચ કરોડ કરતા વધારે લોકો પાસે હાથ ધોવાની સુવિધા નથી. બ્રાઉરે કહ્યું, “હેન્ડ સેનિટાઈઝર જેવી વસ્તુઓની પુરતી વ્યવસ્થા નથી., કોરોના વાયરસથી બચવા માટે ઉપાયો જરુરી છે. હાથ ધોવાની પુરતી વ્યવસ્થા ના હોવાના કારણે દર વર્ષે સાત લાખ કરતા વધારે લોકોના જીવ જાય છે.”તેમણે દુનિયાની 25 ટકા વસ્તી પાસે પુરતા પ્રમાણમાં હાથ ધોવા માટેની વ્યવસ્થા ના હોવાનું જણાવ્યું છે. તેમણે 1990થી 2019 વચ્ચે તેમાં મોટો સુધારો આવ્યો છે, જેમાં સાઉદી અરબ, મોરક્કો, નેપાળ અને તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે. આ મહિનાની શરુઆતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસથી આ વર્ષેના અંત સુધીમાં 1 લાખ 90 હજાર લોકોના મોત થવાનું અનુમાન હતું.

Read Next Story