એપશહેર

હવે કુંભના મેળામાં આવવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લાવવાની જરૂર નથી

ઉત્તરાખંડના નવા CM તીરથ સિંહ રાવતનું કહેવું છે કે, કોરોનાનો રિપોર્ટ ફરજિયાત હોવાને કારણે ભક્તોના મનમાં કુંભમાં આવવા અંગે શંકા હતી, તેને દૂર કરવા નિર્ણય લેવાયો

TNN 14 Mar 2021, 11:19 am

હાઈલાઈટ્સ:

  • હવે હરિદ્વાર મહાકુંભમાં આવતા ભક્તોએ કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવવાની જરૂર નથી
  • ઉત્તરાખંડના નવા સીએમ તીરથ સિંહ રાવતે શનિવારે આપેલા ઈન્ટરવ્યૂમાં કહી વાત
  • હરિદ્વારમાં સત્તાવાર રીતે યોજાયેલ કુંભ મેળો પહેલી એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 6
ફાઈલ તસવીર
કૌટિલ્યા સિંહ/ઇશિતા મિશ્રા, દહેરાદૂન: હવે હરિદ્વાર મહાકુંભ આવતા યાત્રિકોએ પોતાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવવાની જરૂર રહેશે નહીં. ઉત્તરાખંડના નવા સીએમ તીરથ સિંહ રાવતે શનિવારે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. હરિદ્વારમાં સત્તાવાર રીતે યોજાયેલ કુંભ મેળો 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલશે.
આ કારણથી લેવાયો નિર્ણય
અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા સીએમ રાવતે કહ્યું કે, 'કોવિડ નેગિટિવ રિપોર્ટ નહીં લાવવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે કુંભ માટે હરિદ્વાર આવતા લોકોના મનમાં મૂંઝવણ હતી, તેથી જરૂરી હતું કે, આ બધી શંકાઓને દૂર કરવામાં આવે.' આ પહેલા ત્રિવેન્દ્રસિંહ રાવતની સરકાર દ્વારા યાત્રાળુઓ માટે એસઓપી જારી કરીને આરટીપીસીઆર ટેસ્ટનો નેગિટિવ રિપોર્ટ સાથે લાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

'દર રોજ લાખો લોકોના ટેસ્ટ શક્ય નથી'
નવા સીએમ તીરથ સિંહ રાવત કહેવું હતું કે, 'કુંભ 12 વર્ષમાં આવે છે. અમે નથી ઇચ્છતા કે લોકો આ તક ગુમાવે. રાવત અનુસાર દરરોજ કુંભ મેળામાં આવતા લાખો લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું શક્ય નહોતું.

'બધા ખુશ રહે તેવું ઈચ્છીએ છીએ'
તીરથ સિંહે વધુમાં કહ્યું કે, 'અમે ઇચ્છીએ છીએ કે સંતો, ભક્તો, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક લોકો ખુશ રહે. કોવિડ -19 નિયમોનું પાલન થાય, તેમજ કુંભમાં જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તે અમે સુનિશ્ચિત કરીશું.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો