એપશહેર

નવા કૃષિ બિલના વિરોધમાં પંજાબમાં BJP નેતાના ઘર પાસે કરાયો છાણનો ઢગલો

નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા કેટલાંક લોકોએ પંજાબના હોશિયારપુર સ્થિત બીજેપી નેતા તીક્ષ્ણ સૂદના ઘરની બહાર છાણનો ઢગલો કરી દીધો હતો.

I am Gujarat 1 Jan 2021, 5:52 pm
હોશિયારપુર, પંજાબ: નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા કેટલાંક લોકોએ પંજાબના હોશિયારપુર સ્થિત બીજેપી નેતા તીક્ષ્ણ સૂદના ઘરની બહાર છાણનો ઢગલો કરી દીધો હતો. પોતાના ઘર પાસે છાણનો ઢગલો કરવાની આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા તીક્ષ્ણ સૂદે કહ્યું કે મેં અગાઉ એ પ્રકારે આશંકા વ્યક્ત કરી હતી કે મારા ઘરની બહાર કેટલાંક લોકો આવું કોઈ કૃત્ય કરી શકે છે, પણ પોલીસે આ વાતને ગંભીરતાથી ના લીધી. તેમણે આ મામલે દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
I am Gujarat pablo (4)


ભાજપ નેતા તીક્ષ્ણ સૂદ કે જેમના ઘર પાસે છાણનો ઢગલો કરવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું કે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી નથી લીધી. પોલીસ ત્યારે પહોંચી કે જ્યારે મેં ફોન કર્યો. અહીં નોંધનીય છે કે નવા કૃષિ બિલના પગલે પંજાબમાં ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પણ, ભાજપ નેતાના ઘર પાસે આ રીતે છાણનો ઢગલો કરીને વિરોધ પ્રદર્શન કરવાની આ પ્રથમ ઘટના સામે આવી છે.

પંજાબના હોશિયારપુરમાં કૃષિ બિલનો વિરોધ કરી રહેલા કેટલાંક લોકોએ વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી તીક્ષ્ણ સૂદના ઘરની બહાર છાણ ફેંકીને તેનો ઢગલો કર્યો હતો. પોતાના ઘર પાસે આ પ્રકારે છાણ ફેંકવાની ઘટના પર ભાજપ નેતા તીક્ષ્ણ સૂદે નારાજગી વ્યક્ત કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો