એપશહેર

નાસિકના ચલણી નોટ પ્રેસમાં કેમ રવિવારે પણ પ્રિન્ટ થઈ રહી છે કરન્સી?

એકબાજુ ચાલુ નાણાકીય વર્ષનું ત્રીજુ ક્વાર્ટર પૂરું થવા આવ્યું છે ત્યાં બીજી બાજુ નાસિકના આ ચલણી નોટ પ્રેસમાં 50% જેટલો ટારગેટ પૂરો થયો છે.

I am Gujarat 21 Dec 2020, 9:12 pm
નાસિક, મહારાષ્ટ્ર: નાસિકમાં આવેલી ધ કરન્સી નોટ પ્રેસ (CNP) એટલે કે ચલણી નોટ પ્રેસમાં રવિવારે પણ કામ ચાલી રહ્યું છે કારણકે તેઓને ચાલુ નાણાકીય વર્ષનો ચલણી નોટ છાપવાનો ટારગેટ પૂરો કરવાનો છે. નાસિકનું આ ચલણી નોટ પ્રેસ સરકારના સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL)નું એકમ છે.
I am Gujarat q12


ચાલુ નાણાકીય વર્ષ માટે ચલણી નોટના 5100 મિલિયન યુનિટ્સનું પ્રિન્ટિંગ કરવાનો ટારગેટ ધ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સેટ કર્યો છે. જ્યાં એકબાજુ ચાલુ નાણાકીય વર્ષનું ત્રીજુ ક્વાર્ટર પૂરું થવા આવ્યું છે ત્યાં બીજી બાજુ નાસિકના આ ચલણી નોટ પ્રેસમાં 50% જેટલો ટારગેટ પૂરો થયો છે.

SPMCILના સૂત્રોના જણાવ્યા મુજબ નાસિકનું ચલણી નોટ પ્રેસ લોકડાઉનના કારણે તારીખ 22 માર્ચથી 2 મહિના સુધી બંધ રહ્યું હતું અને પછી પણ મે મહિનામાં પણ 15 મે પછી ઓછા માણસોની હાજરીમાં તેનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જૂન અને જુલાઈમાં અડધા સ્ટાફ સાથે આ ચલણી નોટ પ્રેસનું કામ શરૂ કરાયું હતું. જ્યારે કેટલાંક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા તે બંધ પણ રાખવામાં આવ્યું હતું કે જેની અસર પ્રિન્ટિંગની પ્રક્રિયા પર પડી છે.

નાસિકના ધ કરન્સી નોટ પ્રેસ (CNP) એટલે કે ચલણી નોટ પ્રેસમાં રૂપિયા 100 અને 50ની નોટનું પ્રિન્ટિંગ કાર્ય પૂરું થઈ ગયું છે. હાલ, ત્યાં રૂપિયા 500 અને 20ની નોટનું પ્રિન્ટિંગ કાર્ય ચાલી રહ્યું છે. હવે નજીકના સમયમાં રૂપિયા 200 અને 10ની નોટનું પ્રિન્ટિંગ કાર્ય શરૂ કરવામાં આવશે.

ધ કરન્સી નોટ પ્રેસ (CNP) સિવાય નાસિકમાં SPMCILનું ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસ (ISP) નામનું અન્ય એક યુનિટ પણ આવેલું છે કે જ્યાં રેવન્યુ સ્ટેમ્પ્સ, સ્ટેમ્પ પેપર્સ, પાસપોર્ટ્સ સહિતના ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ કરવામાં આવે છે.

Read Next Story