એપશહેર

લદાખમાં ભારત-ચીન વચ્ચે શું બન્યું છે, આજે સંસદમાં વિસ્તારથી જણાવશે રાજનાથ સિંહ

ભારત અને ચીન વચ્ચે એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ લોકસભામાં તેની જાણકારી આપશે

I am Gujarat 15 Sep 2020, 12:02 am
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ લોકસભામાં તેની જાણકારી આપશે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો રાજનાથ સિંહ બપોરે ત્રણ વાગ્યે સંસદમાં જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષ લાંબા સમયથી ચીનને લઈને સરકાર પર સતત પ્રહાર કરી રહ્યો છે અને વારંવાર સરકાર પાસે જવાબ માંગે છે. સોમવારે પણ લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ ચીનનો મામલો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. કોરોના વાયરસના રોગચાળા વચ્ચે સોમવારથી સંસદના મોનસૂન સત્રનો પ્રારંભ થયો છે.
I am Gujarat rajnath singh


મંગળવારનો દિવસ લોકસભા માટે ઘણો મહત્વનો હોઈ શકે છે. વિરોધ પક્ષ લાંબા સમયથી માંગણી કરી રહ્યો છે કે સરકાર આ મામલે મૌન તોડે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર સરકાર પર ઘણી વખત પ્રહાર કરી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગવારે રાજનાથ સિંહ લોકસભામાં ચીન મામલે મહત્વનું નિવેદન આપી શકે છે.

સોમવારે લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ અચાનક ચીન સરહદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને ચેર દ્વારા રક્ષા મંત્રીને સંબોધિત કરવાનું કહ્યું હતું. જોકે, સ્પીકરે તેમને બોલવા દીધા ન હતા. તેમણે કહ્યું હતું કે તેના પર બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં બેઠક યોજાશે, હવે ચર્ચા નહીં.

નોંધનીય છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી લદાખ સરહદે વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વ લદાખમાં ચીન ઘણી વખત ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. જોકે, ભારતીય સૈનિકોએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમાં પણ જૂનમાં ગલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. પરંતુ ચીને તેના કેટલા સૈનિકો માર્યા ગયા છે તેનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો