એપશહેર

4 કિલો સોનુ, 2 કરોડ રૂપિયાથી સજાવાઈ દેવીની મૂર્તિ

વિપુલ પટેલ | ANI 6 Oct 2019, 11:39 pm
વિશાખાપટ્ટનમ: દેશભરમાં નવરાત્રિની ધૂમ મચી છે. દેશના ખૂણે-ખૂણે દુર્ગા માતાની પ્રતિમા સજાવાઈ છે. એવી જ એક પ્રતિમા આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સજાવાઈ છે, જેની ખાસિયત એ છે કે, તે 4 કિલો સોના અને 2 કરોડ રૂપિયાથી સજાવાઈ છે. ‘કરોડો’ની આ પ્રતિમાને જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રી કન્યાકા પરમેશ્વરી મંદિરમાં દુર્ગા અષ્ટમી પ્રસંગે દેવીની પ્રતિમા અને મંદિરને ખાસ શણગાર કરાયો હતો. ખાસ વાત એ રહી કે, આ પ્રતિમાને ચાર કિલો સોના અને 2 કરોડ રૂપિયાની કિંમતની કરન્સી નોટ્સથી સજાવાઈ હતી. મૂર્તિની ચારે તરફ રૂપિયાની માળા બનાવાઈ હતી અને આગળ સોનું રાખવામાં આવ્યું હતું. ઘડામાં પણ સોનાના સિક્કા રાખવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુ આ પ્રતિમાને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
140 વર્ષ જૂના આ મંદિરમાં માન્યતા એ છે કે, પૂજા માટે દેવી અમ્માવારુ સમક્ષ કરન્સી નોટ્સ અને સુવર્ણ રાખવું શુભ મનાય છે અને સૌભાગ્યશાળી સાબિત થાય છે. પૂજા પૂરી જાય બાદ લોકોના ફંડથી એકઠા થયેલા રૂપિયાને પાછા આપી દેવામાં આવે છે. આ રૂપિયા મંદિરના ટ્રસ્ટને નથી અપાતા.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો