એપશહેર

દિલ્હીમાં ક્રિસમસ-ન્યૂ યર સેલિબ્રેશન પર રોક, ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને નિર્ણય

દિલ્હીમાં ક્રિસમસ-નવા વર્ષની ઉજવણી ફિક્કી રહેશે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે પાર્ટી પર પ્રતિબંધ

I am Gujarat 22 Dec 2021, 5:50 pm
નવી દિલ્હી: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ આ સંદર્ભમાં સૂચનાઓ જારી કરી છે. આમાં જિલ્લા મેજિસ્ટ્રેટને દિલ્હીમાં એવા વિસ્તારોને ઓળખવા માટે કહેવામાં આવ્યું છે જે કોવિડ -19 સુપરસ્પ્રેડર બની શકે છે.
I am Gujarat 11


ડીડીએમએ તેના આદેશમાં તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ડીસીપીને ખાતરી કરવા કહ્યું છે કે રાજધાનીમાં ક્રિસમસ અથવા નવા વર્ષ પર કોઈ મેળાવડો ન થાય. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવના હોય તેવા કોઈ કાર્યક્રમ કે ઈવેન્ટને મંજૂરી આપવામાં આવે.આટલું જ નહીં, DDMA એ સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ પણ આપી છે કે દુકાનો અને કાર્યસ્થળોમાં માસ્ક વિના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં માત્ર માસ્ક પહેરેલા લોકોને જ જવા દેવામાં આવે.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને ડીડીએમએ આ સાવચેતીના પગલાં લીધા છે. શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં સરકાર પણ સતર્ક બની છે. તે દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આખી દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારત પણ આમાંથી બાકાત નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 214 કેસ નોંધાયા છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 6,317 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ચેપને કારણે 318 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Read Next Story